વઢવાણ જીઆઈડીસીમાંથી ગત તા. 8-12-24ના રોજ હોટલ પાસે પાર્ક કરેલ બાઈક ચોરાયુ હતુ. ત્યારે બી ડીવીઝન પોલીસે આ બાઈકની ચોરી કરનાર યુવાનને ચોરીના બાઈક કિંમત રૂપીયા 20 હજાર સાથે જડપી લીધો છે.
સુરેન્દ્રનગરના નવા 80 ફુડ રોડ પર આવેલ ઉમીયા ટાઉનશીપમાં રહેતા 39 વર્ષીય રાજેન્દ્રભાઈ કુંવરજીભાઈ કાવર વઢવાણ જીઆઈડીસીમાં આવેલ સનશાઈન ફાસ્ટનર્સમાં કામ કરે છે. તા. 8-12-24ના રોજ સાંજે તેઓ નોકરીએથી છુટી ઘરે આવતા હતા. ત્યારે રસ્તામાં તેમના મિત્રો મળી જતા બાઈક જીઆઈડીસી ચોકડી પાસે આવેલ જય ગોપાલ ચાની હોટલે પાર્ક કરી તેઓ મિત્રો સાથે જમવા ગયા હતા. રાતના 10-30 કલાકે આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આથી આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા તેઓએ અજાણ્યા શખ્સ સામે રૂપીયા 20હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ બી ડીવીઝન પીઆઈ એમ.એચ.પઠાણની સુચનાથી સ્ટાફના એન.ડી.ચુડાસમા, દીલીપભાઈ, બળદેવસીંહ, અજીતસીંહ સહિતનાઓએ તપાસ આરંભી હતી. જેમાં શહેરના મુળચંદ રોડ પર આવેલ સંત સવૈયાનાથ સોસાયટીમાં રહેતા 20 વર્ષીય કીશન અજયભાઈ શર્મા પાસે નંબર પ્લેટ વગરનું બાઈક હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે જઈ તપાસ કરતા આ બાઈક તેણે જીઆઈડીસીમાંથી ચોર્યુ હોવાની કબુલાત કરી હતી. ઝડપાયેલ શખ્સ બાઈક ચોર્યા બાદ ઘરે લઈ તેની નંબર પ્લેટ કાઢી નાંખતો હતો. પોલીસે આ શખ્સની ધરપકડ કરી વધુ તજવીજ હાથ ધરી છે.
Source link