સમગ્ર રાજયની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભાજપના સંગઠન પર્વનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં જિલ્લાના વિવિધ મંડળોમાં પ્રમુખ બનવા માંગતા ઉમેદવારોએ તા. 7મી અને 8મી ડિસેમ્બરના રોજ ફોર્મ ભરવાના રહેશે. સંગઠન પર્વની ચૂંટણીને લઈને ઉમેદવારો હાલથી જ પોતાનું લોબીંગ કરવા લાગ્યા છે.
દેશના સૌથી મોટા રાજકીય પક્ષ એવા ભારતીય જનતા પાર્ટીમાં દર ત્રણ વર્ષે સંગઠનની ચૂંટણી યોજાય છે. ત્યારે હાલ સમગ્ર રાજયની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સંગઠન પર્વની ચૂંટણી માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપના વિવિધ મંડળોના પ્રમુખ બનવા માટે ઉમેદવારોએ અત્યારથી જ પોતાના ગોડફાધરને ત્યાં આંટાફેરા શરૂ કર્યા છે. અને લોબીંગ શરૂ કરી દીધુ છે. ત્યારે જિલ્લાના વિવિધ મંડળના પ્રમુખ માટે આગામી તા. 7 અને 8 ડિસેમ્બરના રોજ ફોર્મ ભરવાની કાર્યવાહી થનાર છે. જેમાં રતનપર બાયપાસ રોડ પર નમો કમલમ ખાતે તા. 7ના રોજ સવારે 10થી 12 વઢવાણ વિધાનસભા, બપોરે 1-30થી 3-30 પાટડી વિધાનસભા, સાંજે 4થી 6 ધ્રાંગધ્રા વિધાનસભા માટે, તા. 8ના રોજ સવારે 10થી 12 ચોટીલા વિધાનસભા, બપોરે 1-30થી 3-30 લીંબડી વિધાનસભાના કાર્યકરો પ્રમુખ માટે ફોર્મ ભરી શકશે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન ચૂંટણી અધિકારી ડોલરભાઈ કોટેચાએ જણાવ્યુ કે, મંડળના પ્રમુખ માટેની દાવેદારી કરનાર કાર્યકર 18થી 40 વર્ષની વયનો હોવો જોઈએ, તે વર્તમાન સક્રિય સભ્ય હોવા જોઈએ, સતત બે ટર્મથી મંડળ પ્રમુખ રહેલા કાર્યકરો દાવેદારી કરી શકશે નહી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તેમના પરિવારમાંથી પણ કોઈ ફોર્મ ભરી શકશે નહ.
Source link