GUJARAT

Surendranagarના ઉદ્યોગપતિ વડોદરા ગ્રામ્યમાં દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગરના ઉદ્યોગપતિએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ પત્ની સાથે મનમેળ ન હોવાનું જણાવી છુટાછેડા લઇ ફેસબુકના માધ્યમથી મિત્ર બનેલી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી.

એટલું જ નહીં યુવતીને પોતાની કંપનીમાં ડાયરેક્ટર બનાવવાની લાલચ આપીને મહાનગર અમદાવાદ ખાતેની કોર્પોરેટ ઓફીસે બોલાવી હતી. ત્યારબાદ તેની સાથે શારીરિક છેડછાડ કરી દુષ્કર્મ આચર્યા આક્ષેપ સાથે ફરિયાદ યુવતીએ વડોદરા ગ્રામ્યના પોલીસ મથકે નોંધાવતા જિલ્લામાં ચકચારની લાગણી પ્રસરી જવા પામી છે.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર ખાતે પાવરટ્રેક કંપની મોટુ નામ ધરાવે છે. કંપનીની કોર્પોરેટ ઓફીસ અમદાવાદ શહેરના એસજી હાઇવે ઉપર આવેલી છે. આ કંપનીના કર્તાહર્તા કિશોરસિંહ ભીખુભા ઝાલાએ વડોદરાની એક ઈજનેર યુવતી સાથે ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને તેના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે વધુ પરિચય કેળવીને કરી પોતાની પત્ની સાથે મનમેળ ન હોવાનું જણાવી પોતે છુટાછેડા લઇને યુવતી સાથે લગ્ન કરશે એવુ જણાવી પ્રેમજાળમાં ફસાવી હતી.થોડા સમય બાદ યુવતીને અમદાવાદ શહેરવના એસજી હાઈવે સ્થિત કોર્પોરેટ ઓફીસે બોલાવી પોતાની કંપનીમાં ડાયરેકટર બનાવવાની લાલચ આપી શારીરિક છેડછાડ કરી યુવતી સામે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ યુવતી સાથે લગ્ન પણ ના કર્યા અને પાવરટ્રેક કંપનીમાં ડાયરેકટર પણ ના બનાવતા પોતાની સાથે વિશ્વાસઘાસ થયાનું જણાતા યુવતીએ આખરે પાવરટ્રેક કંપનીના કિશોરસિંહ ઝાલા સામે વડોદરા ગ્રામ્યના મંજૂસર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ આદરી છે. આમ જિલ્લાના નામી ઉદ્યોગપતિ સામે વડોદરા ગ્રામ્યમાં એક ઈજનેર યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા જિલ્લાભરમાં ચકચારની લાગણી પ્રસરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button