GUJARAT

Surendranagar: 17 વર્ષથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ

  • સુરેન્દ્રનગરવાસીઓ માટે પાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય
  • મુસાફરી કરતા નગરજનોની સુવિધામાં વધારો થશે
  • સસ્તી અને સુલભ ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા મળી રહેશે

સુરેન્દ્રનગરમાં 17 વર્ષ પછી સિટી બસ સેવા શરૂ થવા જઈ રહી છે. મંત્રી મુળુભાઈ બેરાએ 8 સીટી બસોનું લોકાર્પણ કર્યુ હતું. 7 રૂપિયાની ટિકિટમાં મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. સિટી બસમાં રક્ષાબંધન સુધી બહેનોને મફત મુસાફરી કરવા મળશે. શહેરમાં અન્ય 28 કરોડના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે.

સીટી બસ શરૂ થતાં શહેરીજનોમાં પણ આનંદની લાગણી

સુરેન્દ્રનગરના નગરજનોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. ઝાલાવાડમાં રહેતા લોકોને હવે ક્યાંય પણ જવુ હશે તો સસ્તી અને સુલભ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહેશે. સુરેન્દ્રનગરવાસીઓ માટે નગરપાલિકાએ ફરી સિટી બસ સેવા શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સુરેન્દ્રનગર પાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઝાલાવાડ વાસીઓને સુલભ અને સસ્તી ટ્રાન્સપોર્ટેશન સેવા મળી રહે તે હેતુથી આજે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વથી સિટી બસ સેવા ફરી શરૂ થઈ છે. શહેરના અલગ અલગ 8 રૂટ પર આ સિટી બસ દોડવાની છે. જેમા રક્ષાબંધન સુધી બહેનોને ફ્રીમાં મસાફરી કરાવવાનો નિર્ણય કરાયો છે. આ સિટી બસ સેવા અંતર્ગત વઢવાણ, રતનપર, જોરાવરનગર સહિત 8 રૂટ નક્કી કરાયા છે.

ઝાલાવાડની જનતા અનેકવાર શહેરમાં ફરી સિટી બસ સેવા કાર્યરત કરવા અંગે રજૂઆત કરી રહી હતી ત્યારે જનતાની માગને ધ્યાને લઈ પાલિકા દ્વારા આ નિર્ણય કરાયો છે. હવે સુરેન્દ્રનગરવાસીઓની સિટી બસની આતુરતાનો અંત આવશે. સુરેન્દ્રનગર, વઢવાણ, દૂધરેજ સહિત શહેરોને એક કરીને સંયુક્ત પાલિકા બનાવ્યા બાદ સિટી બસ શરૂ કરાય તેવી પ્રજાની માગ ઘણા સમયથી હતી. બુધવારે પાલિકાની સામાન્ય સભામાં સિટી બસ શરૂ કરવાનું ટેન્ડર મંજૂર કરાતા પ્રજાને રાહત થવાના એંધાણ છે. એસટી તંત્રે 2002માં સિટી બસો બંધ કરી દીધી હતી. ત્યારબાદ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં નવા વિસ્તારો અસ્તિત્વમાં આવતા વસતી વધતા સિટી બસ ચાલુ કરવાની માગ પ્રબળ બની હતી. તા.31.01.2024ની પાલિકાની સામાન્ય સભામાં સિટીબસ અંગે ટેન્ડર મંજૂર કરાયું છે. સિટી બસનું કામ કર્મવીર નામની એજન્સીને અપાશે. જેનો એક કિમીનો ખર્ચ રૂ.36 મૂકાયો છે. જેમાંથી સરકાર રૂ.22 આપશે બાકીના રૂ.13 પાલિકા સ્વભંડોળ માંથી ભોગવશે, તેવો નિર્ણય લેવાયો હતો.

શરૂઆતમાં 8થી 10 બસ દોડશે

શરૂઆતમાં 8 થી 10 સિટી બસ શહેરના અલગ-અલગ રૂટ પર દોડશે. ત્યારબાદ લોકોનો પ્રતિભાવ અને ટ્રાફિક સારો મળશે, તો બસોની સંખ્યા વધારાશે. શહેરના છેવાડાના વિસ્તારોને લાભ મળે તે રીતે લાંબા રૂટની બસો ચાલશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button