સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાન નીયમીત રીતે ઘટતુ રહે છે. બીજી તરફ બપોરના સમયે ગરમીનો પારો યથાવત રહેતા ઝાલાવાડવાસીઓ ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. મંગળવારે જિલ્લાનું લઘુત્તમ તાપમાન 21.0 ડીગ્રી નોંધાયુ છે. જે છેલ્લા પાંચ દિવસમાં 2.4 ડીગ્રી ઘટયુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે તો દિવાળીના તહેવારોથી જ ઠંડીની શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વર્ષે હજુ જોઈએ તેટલી ઠંડીની સીજન જામતી નથી. ત્યારે છેલ્લા પાંચ દિવસના તાપમાનની વાત કરીઓ તો ઠંડીનો પારો પાંચ દિવસમાં 2.4 ડીગ્રી નીચે ગયો છે. તા. 8 નવેમ્બરના રોજ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 23.4 ડીગ્રી અને મહત્તમ તાપમાન 38.3 ડીગ્રી નોંધાયુ હતુ. જયારે તા. 12 નવેમ્બરને મંગળવારના રોજ લઘુત્તમ તાપમાન 21.0 ડીગ્રી અને મહત્તમ તાપમાન 36.3 ડીગ્રી નોંધાયુ છે. આમ પ દિવસમાં ઠંડીનો પારો 2.4 ડીગ્રી નીચે ગયો છે. બીજી તરફ હજુ પણ બપોરના સમયે સુર્યનારાયણ આકરો તાપ વરસાવી રહ્યા છે. મંગળવારે પણ બપોરના સમયે ગરમીનો પારો 36.3 ડીગ્રી નોંધાયો છે. આમ, ગરમી અને ઠંડીના પારા વચ્ચે 15.3 ડીગ્રીનું અંતર જોવા મળે છે. એટલે જ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ ભરશિયાળે ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
Source link