સુરેન્દ્રનગર શહેરની દુધરેજ કેનાલ અને દસાડા તાલુકાના પાટડીમાં અપમૃત્યુના ર બનાવ બન્યા છે. જેમાં 2 યુવાનોના મોત થયા છે. બનાવની જાણ થતા પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલપ્રેસ રોડ પર આવેલ મકનજી ફોજદારની શેરીમાં રહેતા 41 વર્ષીય હાર્દીકભાઈ વિનોદભાઈ શેઠના દાદાજીનું તા. 1લી ઓકટોબરે શ્રાધ્ધ હતુ. આથી ઘરે ધાર્મીક વીધી પુર્ણ કર્યા બાદ તેઓ ફુલ પધરાવવા દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલે મંગળવારે સાંજે ગયા હતા. જયાં પગ લપસી જતા તેઓ કેનાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર પાલીકાના ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતની ટીમે દોડી જઈ લાશને બહાર કાઢી હતી. જયારે એ ડીવીઝન પોલીસ મથકના હીતેશભાઈ પંડયા સહિતનાઓએ લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ પાટડીના ટીંબાવાસમાં રહેતો 22 વર્ષીય કરણ મેલાભાઈ ઠાકોર થોડા સમય પહેલા સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો. ત્યારબાદ તે ગુમસુમ રહેતો હતો. ત્યારે તેણે ખારાઘોઢા પાસે ઝાડ સાથે ગળેફાંસો ખાઈને મોતને વહાલુ કરી લીધુ હતુ. બનાવની જાણ થતા પોલીસે દોડી જઈ લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Source link