ધ્રાંગધ્રા પીપલ્સ બેન્કના તત્કાલિન બેંક મેનેજરે બેંકમાંથી લોન આપ્યા બાદ રૂ. 24 લાખ નહીં ભર્યા હોવા છતાંય બેન્કનું નો ડયુ આપી દીધા બાદ ઉચાપતની તત્કાલિન મેનેજર સહિત બે સામે ઉચાપતની ફ્રિયાદ નોંધાતા આરોપીએ હાઈકોર્ટનું શરણ લેતા બન્નેની આગોતરા જામીન અરજી નામંજૂર કરાતા દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રાની સૌથી જૂની પીપલ્સ કો. ઓપ. બેંકના તત્કાલિન કૌભાંડી મેનેજરે આપેલી લોન નહીં ભરવા છતાંય કૌભાંડી મેનેજર પ્રાગજી માલવીએ નો ડયુ આપી દેવાયું હતું. ત્યાર બાદ આ કંપનીની ફઈલ બેન્કના નિકાલ વાળા પોટલા સાથે મૂકી દીધાનો પણ આરોપ લાગ્યો હતો. આ બાબતની હાલના બેંક મેનેજર ગૌતમભાઈ મનીયારે પૂર્વ કૌભાંડી મેનેજર પ્રાગજી મારવી અને પંકજ ચંદુલાલ શાહ સામે ધ્રાંગધ્રા સિટી પોલિસ સ્ટેશનમાં ફ્રિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આરોપી મેનેજરે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.પરંતુ પ્રજાના રૂપિયાની ઉચાપત કર્યા હોવા સહિતની ગંભીર બાબતોને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કૌભાંડી મેનેજરના આગોતરા જામીન નામંજૂર કરાયા છે. હાઈકોર્ટ દ્વારા જામીન નામંજૂર કરતાની સાથે જ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે ચારે તરફ્ શોધખોળ હાથ ધરી છે.
Source link