સુરેન્દ્રનગર જિલ્લામાં તેલના વેપારીઓ જુના અને નવા ડબામાં તેલ વેચે છે. ત્યારે વડી કચેરીએથી આદેશ છુટતા જિલ્લા ફુડ વિભાગે વેપારીઓને જુના ડબામાં તેલ ન વેચવા ચેતવણી આપી છે.
આગામી દિવસોમાં ચેકીંગ હાથ ધરીને આ અંગે તપાસ કરાશે અને જો વેપારી જુના ડબામાં તેલ વેચતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યાવહી કરી કેસ દાખલ કરવામાં આવશે.સુરેન્દ્રનગર જિલ્લામાં તેલના વેપારીઓ જુના અને નવા ડબામાં તેલ વેચે છે. નવા ડબા કરતા જુના ડબાના ભાગ પણ થોડાક ઓછા હોવાથી સામાન્ય વર્ગના લોકો જુના ડબામાં તેલ ખરીદે છે. ત્યારે જુના ડબામાં તેલ વેચવાથી હાઈજીન સહિતની સમસ્યા રહેલી હોય છે. આ ડબા યોગ્ય રીતે સાફ કર્યા વગર તેમાં ફરી તેલ ભરી વેચવામાં આવતુ હોવાનુ સામે આવ્યુ છે. આથી ફુડ વિભાગની વડી કચેરીએથી સમગ્ર રાજયમાં જુના ડબામાં તેલ વેચવા પર પ્રતીબંધ લદાયો છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા ફુડ વિભાગે પણ જિલ્લાના તેલના વેપારીઓને આ અંગે ચેતવણી આપી દીધી છે. જેમાં આગામી દિવસોમાં ચેકીંગ હાથ ધરવામાં આવશે. અને જુના ડબામાં તેલ વેચનાર સામે કેસ દાખલ કરવાની ચીમકી અપાઈ છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ફુડ વિભાગની કચેરીના કે.ડી.વાઘેલાએ જણાવ્યુ કે, વડી કચેરીના આદેશ મુજબ વેપારીઓને આ પ્રતીબંધની જાણ કરાઈ છે. આ ઉપરાંત હાલ તેલની મીલના માલીકોને પણ જુના ડબામાં તેલ ન ભરવા સુચના આપી દેવાઈ છે.
Source link