સુરેન્દ્રનગર જિલ્લામાંથી પાવરગ્રીડ કંપનીની વીજ લાઈન પસાર કરવા માટે કાર્ય ચાલી રહ્યુ છે. ત્યારે ધ્રાંગધ્રા અને દસાડા તાલુકામાં ખેડુતોને આ કામગીરી માટે યોગ્ય વળતર મળતુ ન હોવાથી અનેકવાર કંપનીના કર્મીઓ અને ખેડુતો સાથે ઘર્ષણ થાય છે. ત્યારે ખેડુતોએ સોમવારે કલેકટર કચેરીમાં રજુઆત કરી બજાર ભાવ મુજબ વળતરની માંગ કરી છે. જો ખેડુતોની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ગાંધીચીંધ્યા માર્ગે ખેડુતોએ ગાંધીનગર ખાતે પ્રદર્શન અને રજુઆતની તૈયારી રજુઆતના અંતે દાખવી છે.
પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા કચ્છના લાકડીયાથી અમદાવાદ સુધી વીજ લાઈન કરવાનું કામ હાલ ચાલી રહ્યુ છે. વીજ ક્ષેત્રે રાજયમાં પ્રગતી થતી હોય ખેડુતો આ વીજલાઈનના વીરોધમાં નથી. પરંતુ ખેડુતોને યોગ્ય વળતર ન આપી તેઓની સાથે અન્યાય કરવામાં આવી રહ્યુ છે. પડોશી જિલ્લા મોરબી અને પાટણમાં વીજ લાઈન માટે ખેડુતોને પુરતુ વળતર મળે છે. જયારે ઝાલાવાડમાં જ ખેડુતો સાથે અન્યાય થઈ રહ્યો છે. અન્ય જિલ્લામાં ચોરસમીટર દીઠ 100 રૂપીયા વળતર ચુકવાય છે. જયારે ઝાલાવાડમાં 20 ટકા વધારાની સામે 70થી 80 રૂપીયા ચુકવવાનો કલેકટર હુકમ કર્યો છે. ત્યારે વધારા સાથે ચુકવાતુ વળતર અન્ય જિલ્લાની સરખામણીએ ઓછુ હોવાથી સોમવારે જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડા તાલુકાના ખેડુતોએ કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી બજારભાવ મુજબ વળતરની માંગ કરી છે.
Source link