સાયલા તાલુકાના ચોરવીર વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાની બાતમીના આધારે ખનીજની ટીમે રેડ કરી ચાર કુવા ઉપરથી 8ચરખીની પાઈપો ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ,મુળી અને સાયલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજચોરી કરતા ખનીજ માફ્યિા ઉપર જીલ્લા કલેકટર રાજેશ તન્નાના આદેશથી ખાણખનીજ અધિકારી જગદીશ વાઢેરની ટીમ તવાઈ બોલાવી રહી છે.ત્યારે સાયલા તાલુકાના ચોરવીરા(થાન)ની સીમમા સુરેન્દ્નનગર ખનીજ વિભાગની ટીમેં ચેકિંગ દરમ્યાન ચાર ખનીજચોરી થતા ઉંડા કુવા ઉપરથી આઠ ચરખીઓના પાઈપ શહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.હવે ધીમેધીમે ખનીજ માફ્યિાઓ ઉંડા કુવા કરાવી મજૂરોને ઉતારી ખનીજચોરી શરુ કરી દેતા ખનીજ માફ્યિા કોઈ દિવસ ભોગ નથી બનતા પરંતુ મજૂરો ઉપર મોત મંડરાયુ છે.જેથી ખનીજ વિભાગ સાથે પોલીસ અને મામલતદારની ટીમ ખનીજ વિભાગની જેમ થાનગઢ,મુળી અને સાયલા વિસ્તારમાં સઘન ચેકિંગ કરી કુવા બૂરાણ કરવાની અને હાઈવે ઉપર જતા ડમ્પરો ઉપર કડક કાર્યવાહી કરે તો ખનીજ ચોરી ઉપર કાબુ આવી શકે એમ છે.નહિતર આ ખુલ્લા કુવામાં ફરીથી ખનીજચોરી શરુ થઈ શકે છે.
બ્લાસ્ટથી વિજલાઈન રેલ્વેને પણ નુકસાન થઈ શકે છે
થાનગઢ અને મુળી વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ્ચોરી કરવા ઉંડા કુવામાં થતા બ્લાસ્ટથી આજુબાજુની વિજલાઈન અને રેલ્વે લાઈનને પણ નુકશાન થઈ શકે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
Source link