GUJARAT

Surendranagar: ઝાલાવાડ ગ્રામપંચાયતોની ચૂંટણી પૂર્વે ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન

સુરેન્દ્રનગર જિલ્લામાં નવેમ્બર માસ દરમિયાન ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં તા. 17, 23 અને 24 નવેમ્બરે મતદાન મથકો પર બીએલઓની હાજરીમાં મતદાર તરીકે નામ નોંધાવવુ, કમી કરવુ, ભુલ સુધારવી જેવી કાર્યવાહી હાથ ધરાશે. આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં એકપણ મતદાર મતદાન કરવાથી વંચીત ન રહે તે માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે.

ચૂંટણી સમયે લોકો ફરીયાદ કરતા હોય છે કે, અમારૂ નામ મતદાર યાદીમાં નથી. આથી કોઈપણ મતદાર મતદાન કરવાના પોતાના હકકથી વંચીત ન રહે તે માટે પાત્રતા ધરાવતા તમામ મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરાય તે માટે રાજય ચૂંટણી પંચ દ્વારા નવેમ્બર માસમાં ખાસ મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં તા. 17-11ને રવિવાર, તા. 23-11ને શનિવાર અને તા. 24-11ને રવિવારના દિવસે મતદારોના ઘર પાસે જ જયાં તેઓ મતદાન કરવા જાય છે તે મતદાન મથકે જ બીએલઓ કક્ષાના અધિકારીની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાશે. જેમાં તા. 1-1-2025ના રોજ 18 વર્ષ પુરા થતા હોય તેવા યુવા મતદારો પોતાના નામ નોંધાવી શકશે. આ ઉપરાંત અવસાન થવાથી કે લગ્ન થવાથી નામ કમી કરવુ, સરનામામાં ફેરફાર, નામ, અટકમાં સુધારો, ફોટો બદલવો જેવી કાર્યવાહી પણ સવારે 10થી પ દરમિયાન હાથ ધરવામાં આવનાર છે.

યાદીમાં નામની ચકાસણી કરવી હિતાવહ

સામાન્ય રીતે ચૂંટણી ટાણે જ મતદાર યાદી મહત્વની બની જતી હોય છે. કેટલીક સોસાયટી કે ગલીઓના અથવા તો કુટુંબના નામો મતદાર યાદીમાંથી નીકળી જતા હોય છે. મત આપવા જઈએ ત્યારે ખ્યાલ આવે કે આપણુ કે આપણા સ્નેહીજનોનુ નામ મતદાર યાદીમાંથી નીકળી ગયુ છે. આ બાબતે નાગરીકોએ કાળજી રાખી પોતાનુ નામ મતદાર યાદીમાં છે કે કેમ તેની ચકાસણી કરી લેવી હિતાવહ છે.

રાજકીય પક્ષો પણ કામે લાગી જાય છે

મતદાર યાદી સુધારણામાં ચૂંટણીની કામગીરી કરતા અધિકારીઓ જ મહેનત કરતા હોય તેવુ નથી. સુધારણા કાર્યક્રમ બહાર પડતા જ રાજકીય પક્ષો પણ કામે લાગી જાય છે. જેમાં પોતાના એરીયામાં 18 વર્ષ પુરા થતા હોય તેવા યુવાનોનુ લીસ્ટ બનાવી તેમની પાસેથી ડોકયુમેન્ટ એકઠા કરી ફોર્મ ભરી તેમના નામ મતદાર યાદીમાં ચડે તે માટે કાર્યકરો દોડતા થઈ જાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button