સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી આરોગ્ય સેન્ટરમાં વ્યશનમુકિત સંદર્ભે રેલી યોજાતા સમયે જ આરોગ્ય સેન્ટરમાં કચરાનો ખડકલો જોઇ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલીક ડોકટરને નોટીસ આપી અન્ય ડોકટરોને પણ તાકીદ કરાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર શહેરી આરોગ્ય કેન્દ્રથી વ્યશન મુકિત રેલીનું આયોજન કરાયુ હતુ.આ પ્રસંગે કલેકટર કે.સી.સંપટ,ડી.ડી.ઓ.રાજેશ તન્ના,પાલીકા પ્રમુખ જીગ્નાબેન પંડયા,કા.ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા,આરોગ્ય અધિકારી સહિત મોટી સંખ્યામાં સ્ટાફ હાજર રહયો હતો.આ રેલીના પ્રસ્થાન પહેલા જ શહેરી આરોગ્ય સેન્ટરના પાછળ કમ્પાઉન્ડમાં દવાઓ સાથેના કચરાનો ખડકલો જોતા જ જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ ડોકટર સ્ટાફને ખખડાવી નાખ્યા હતા અને ડોકટરને નોટીસ પણ પાઠવી હતી.આમ વ્યશન મુકિત રેલી સમયે જ કચરાનો ખડકલો જોતા દોડધામ મચી ગઇ હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ જણાવેલ કે શહેરી આરોગ્ય સેન્ટરમાં કચરાના ઢગલાના કારણે ડોકટરને નોટીસ પાઠવી છે અને જિલ્લાના અન્ય ડોકટર્સને પણ સ્વચ્છતા જાળવવા તાકીદ કરાઇ છે.
Source link