જોરાવરનગર પોલીસ ટીમે એક યુવાન ખેરાળીથી માળોદ જતી નર્મદા કેનાલમાં પડતો હોવાની હકિકત મળતા પોલીસ ટીમ દોડી ગઈ હતી. જેમાં કેનાલમાં ખાબકેલા યુવાનને જીવ સટોસટની બાજી લગાવી પોલીસે ઉગાર્યો હતો. અને પરીવારજનોને પરત સોંપ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે જોરાવરનગર પોલીસને ખેરાળીથી માળોદ જતી નર્મદા કેનાલમાં એક યુવાન પડતો હોવાની માહીતી મળી હતી. આથી પીએસઆઈ ડી.ડી.ચુડાસમાની સુચનાથી સ્ટાફના બળવંતસીંહ, વલ્લભભાઈ, અમીતભાઈ, જયરાજસીંહ સહિતનાઓ કેનાલે તુરંત દોડી ગયા હતા. અને તપાસ કરતા એક યુવક કેનાલમાં તણાતો હતો. કેનાલમાં આગળ આવતી સાયફન પાસે યુવાનનો પગ અટવાઈ જતા પોલીસે તેને સમજાવી જીવ સટોસટની બાજી લગાવી યુવાનને ઉગાર્યો હતો. યુવાનને પોલીસ મથકે લાવી પુછપરછ કરતા તે યુપીનો રહેવાસી છે. અને મજુરી કામ અર્થે અહીં આવ્યો હતો. પરંતુ મજુરી કામ ન મળતા તેણે કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. યુવકના પરીવારજનોને પોલીસ મથકે લાવી પુછપરછ કરતા યુવાન માનસીક અસ્થીર હોવાનું તથા તેની મગજની દવા ચાલતી હોવાનું પરીવારજનોએ જણાવ્યુ હતુ. આથી પોલીસે યુવાનને પરીવારજનોને સોંપી પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કર્યુ છે.
Source link