રતનપર માળોદ ચોકડી પાસે આવેલ કોમ્પલેક્ષની ઓફીસમાંથી પોલીસની દારૂની રેડ દરમીયાન સ્કોલરશીપનું મસમોટુ કૌભાંડ ઝડપાયુ હતુ.આ બનાવમાં તા. 23 જુલાઈ 2023ના રોજ રૂપીયા 39 લાખની સરકારી સહાય મેળવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. રતનપરની માળોદ ચોકડી પાસેના કોમ્પલેક્ષમાં દારૂની બાતમીને આધારે જોરાવરનગર પોલીસે રેડ કરી હતી. જેમાં શંકાસ્પદ સાહીત્ય મળી આવ્યુ હતુ.
આ સાહીત્યની તપાસ બાદ તા. 23 જુલાઈ 2023ના રોજ શૈલેષ પરબતભાઈ રથવી, શુભમ ભરતભાઈ રાઠોડ અને મુળ વિરમગામના દસલાણા ગામના તથા હાલ અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા સંજય માણેકલાલ દવે સામે છેતરપિંડીની કલમો સાથે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રૂપીયા 39 લાખની સરકાર સહાય મેળવ્યાની ફરિયાદ થઈ હતી. પોલીસની તપાસમાં 2700થી વધુ વિદ્યાર્થીઓ કે જેઓના નામે સહાય લેવાઈ છે તેઓના નીવેદનો પણ લેવાયા હતા. આ ગુનો નોંધાયો ત્યારથી આ કેસનો મુખ્ય આરોપી સંજય દવે ફરાર હતો.
કોર્ટે આરોપીનું સીઆરપીસીની કલમ-70 મુજબ વોરંટ પણ ઈસ્યુ કર્યુ હતુ. ત્યારે આ શખ્સ રતનપર બાયપાસ રોડ પર હોવાની બાતમી મળતા પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, મેહુલભાઈ સહિતની ટીમે સંજય દવેને ઝડપી લીધો હતો. આરોપી કોર્ટમાં રજુ કરાતા કોર્ટે તા. 9 ડિસેમ્બર સુધીના પોલીસ રીમાન્ડને મંજુર આપી છે.
Source link