સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં અનેક મોબાઈલ ટાવરો આવેલા છે. પરંતુ આ મોબાઈલ ટાવર નાંખ્યા બાદ તેની જમીનના માલીકોને નીયમીત ભાડુ ચુકવાય છે. પરંતુ ગ્રામ પંચાયતને વેરો ચુકવવામાં મોબાઈલ કંપનીઓ ઠાગાઠૈયા કરતી હોય છે. ત્યારે છેલ્લા 6 વર્ષથી ગ્રામ પંચાયતનો વેરો ન ભરનાર મોબાઈલ કંપની સામે લાલ આંખ કરીને લખતરના ઘણાદની ગ્રામ પંચાયતે મોબાઈલ ટાવર સીલ મારી દીધો છે.
મળતી માહીતી મુજબ લખતરના ઘણાદ ગામે આવેલ મોબાઈલ ટાવરનો વર્ષ 2019થી વેરો ગ્રામ પંચાયતમાં ભરાતો ન હતો. અનેક વાર પત્ર વ્યવહાર બાદ પણ કંપની દ્વારા વેરો ભરવામાં ગંભીરતા લેવાતી ન હતી. હાલ સુધીમાં 1,76,326 વેરો ગ્રામ પંચાયતને લેણુ હોય શનિવારે સરપંચ શીતલબેન ભરતભાઈ ગોહીલ, ઉપસરપંચના પ્રતીનીધી ભરતભાઈ પટેલ, સદસ્ય હરગોવિંદભાઈ સહિતનાઓએ મોબાઈલ ટાવરને સીલ મારી દીધુ છે.
Source link