ધ્રાંગધ્રાના સરવાલ ગામથી મેથાણ રોડ ઉપર આવેલી નર્મદા કેનાલમાંથી અવારનવાર પાણી ઉભરાઈને આસપાસના ખેતરોમાં ફરી વળે છે. જેના કારણે ખેડૂતોને પાણીની જરૂરિયાત ના હોવા છતાંય સતત પાણી ભરાઈ રહેવાના કારણે વાવેલા પાક અને ખેતીની જમીનને ભારે નુકશાન થાય છે.
આમ એક તો ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવી પડી છે. સર્વેમાં અને વળતર ચૂકવવામાં પણ ધાંધિયા થયા છે. એવામાં વળી હાલ મહામહેનતે ખેડૂતોએ વાવેલા પાકમાં જરૂરિયાત વગર સતત કેનાલના પાણી ઉભરાતા હોવાથી ભારે નુકશાન વેઠવાનો વારો આવી શકે છે. જેથી સરવાળના રમેશ રતિલાલભાઈ પટેલ સહિતના ખેડૂતોએ તંત્ર દ્વારા કેનાલ ઉભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે એવી માંગ ઉઠી છે. આ ઉપરાંત કેનાલ ઓવરફ્લો થવાના કારણે મેથાણ રોડ ઉપર પણ ચોમાસાની જેમ પાણી ભરાયા હતા. તેમજ લાખો લીટર પાણીનો વેડફટ પણ થયો હતો અને ખેડૂતોને ચાલે એવો રસ્તો પણ રહ્યો ન હતો. આમ બીજા ખેડૂતોને પણ મુશ્કેલી ભોગવવી પડી હતી.
Source link