સુરેન્દ્રનગરના લીંબડી-ચોટીલા હાઈવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. લીંબડી-ચોટીલા હાઈવે પર પીકઅપ વાન અચાનક પલટી ગઈ અને મોટો અકસ્માત સર્જાયો છે. પીકઅપ વાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. જો કે રાહતની વાત એ છે કે આ અકસ્માત કોઈ જાનહાની થઈ નથી.
ઘાયલોને સાયલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
મજૂરીએથી પરત ફરતા શ્રમિકોના વાહનને અકસ્માત થતાં તેમાં સવાર 13 મહિલાઓ સહિત 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં 3 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઘાયલોને સાયલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તો વઢવાણ તાલુકાના ટુવા ગામના હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા તે દરમિયાન લોકોના ટોળે ટોળા એકઠા થયા છે.
ભાવનગરના તળાજામાં અકસ્માતમાં 6ના મોત
તમને જણાવી ગઈએ કે ગઈકાલે પણ ભાવનગરના તળાજામાં મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે. રેતી ભરેલા ડમ્પર પાછળ સુરત સમૂહ લગ્નમાં હાજરી આપી પરત ફરતા સમયે લક્ઝરી બસ અથડાઈ હતી. ત્રાપજ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં અન્ય 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રસ્તા પર ઉભેલું ડમ્પર ન દેખાતા બસ ચાલકે અકસ્માત સર્જાયો હતો. મારુતિ ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મૃતક અને ઈજાગ્રસ્તો મહુવા અને રાજુલાના વતની હતા. ત્યારે અકસ્માતની જાણકારી મળ્યા બાદ સાંસદ મનસુખ માંડવીયાએ સ્થાનિક તંત્ર સાથે ચર્ચા કરી હતી અને મંત્રી નિમુબેન બાંભણીયા પણ વહીવટી તંત્ર સાથે સંપર્કમાં જોડાયા હતા. આ સિવાય મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
Source link