GUJARAT

Surendranagar: ઝાલાવાડમાં શ્રાવણિયો જુગાર રમતા 45 શખ્સોની પોલીસે ધરપકડ કરી,5 ફરાર

  • સુરેન્દ્રનગરની મહેશ્વરી કોલોની, સી.યુ. શાહ હોસ્પિટલ, રતનપર, અંબિકા પાર્ક, પરિવાર સોસાયટી
  • સાયલાના ચોરવીરા, દસાડાના નાગડકા, ધ્રાંગધ્રાના ચૂલીમાં પોલીસના દરોડા
  • જુગાર રમતા શખ્સો પાસેથી રોકડ, બાઈક અને મોબાઈલ સહિત રૂ. 3.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુર બહારમાં ખીલ્યો છે. ત્યારે જુગાર રમતા 45 શખ્સોની પોલીસે 9 દરોડા કરીને ધરપકડ કરી છે. જેમાં નાગડકા અને ચુલીમાં થયેલા દરોડામાં 5 શખ્સો ફરાર થઈ ગયા હતા. રોકડ, બાઈક અને મોબાઈલ સહિત રૂ.3,59,450નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

સુરેન્દ્રનગરની મહેશ્વરી કોલોનીના મકાનમાં જુગાર રમતા મકાન માલિક ડુંગર ભોમજીભાઈ કેલા, અરવિંદ મદનભાઈ ભુતડા, હેમંત શંકરભાઈ કેલા, હિતેશ તારાચંદભાઈ કેલા, સુરેશ મદનલાલ ભુતડા રોકડ અને મોબાઈલ સહિત રૂ. 1,96,450ની મત્તા સાથે પકડાયા હતા. સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજની અંદર ઈલેકટ્રીક પેનલ રૂમ પાસે જુગાર રમતા નરશી ખુશાલભાઈ ભદ્રાડીયા, સલીમ સદરૂદ્દીનભાઈ લાખાણી અને દીપેશ અજીતભાઈ દોશી રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂ. 71,440ની મત્તા સાથે પકડાયા હતા. સાયલા તાલુકાના ચોરવીરા ગામે વાડીની શેઢે જુગાર રમતા હરેશ શાંતુભાઈ જેબલીયા, અનકુર ચતુરભાઈ ઉઘરેજીયા, મનુ ચતુરભાઈ ઉઘરેજીયા, સંજય પુરણભાઈ શેખલીયા, રાજેશ લખમણભાઈ ઉઘરેજીયા, જોરૂ સુરીંગભાઈ જેબલીયા, રાજેશ જખરભાઈ શેખલીયા અને શીવરાજ ચતુરભાઈ ઉઘરેજીયા રોકડ અને મોબાઈલ સહિત રૂ. 28,200ની મત્તા સાથે પકડાયા હતા. રતનપર મેકસન કંપનીના પાછળના ભાગે જુગાર રમતા માધુ સોમાભાઈ વઢીયારા, મુકેશ કરમશીભાઈ વઢીયારા, હરેશ રાજેશભાઈ વાજેલીયા અને અજીત રઘુભાઈ વાજેલીયા રોકડા રૂ. 19,730 સાથે ઝડપાયા હતા. સુરેન્દ્રનગરના અંબીકા પાર્કમાંથી ધર્મેશ લાલજીભાઈ કલોતરા, વિશાલ ઉર્ફે લાલો ભરતભાઈ બોલાણીયા, હર્ષદ ઘનશ્યામભાઈ વિઠ્ઠલાપરા, કૃણાલ કરશનભાઈ નાકીયા, વિવેક સંજયભાઈ બારડ, ગૌતમ મહેશભાઈ પરીહાર, રવી શંકરભાઈ દલાણીયા અને મુકંદર નુરાભાઈ સીપાઈ રોકડા રૂ. 11,300 સાથે ઝડપાયા હતા. સુરેન્દ્રનગર સી.ય.ુશાહ મેડીકલ કોલેજ પાછળ રામાપીરના મંદીર પાસેથી મયુરસીંહ દીલીપસીંહ મહિડા, ચંદ્રસીંહ હિંમતસીંહ વાઘેલા, હર્ષ અજયભાઈ ગુરખા, શકિત મનોજભાઈ બાજીપરા, અજીત સુરેશભાઈ રાવલ રોકડા રૂ.10,450 સાથે ઝડપાયા હતા. દસાડાના નાગડકા ગામે રામજી મંદીર વાળી ગલીમાં જુગાર રમતા ઘનશ્યામ વનમાળીભાઈ હરણીયા, ઐલેશ ઉર્ફે અલ્પેશ નાનજીભાઈ પ્રજાપતી અને ધવલ પ્રાણભાઈ ફેસડીયા રોકડા રૂ. 10,330 સાથે ઝડપાયા હતા. આ દરોડામાં પંકજ ઉર્ફે પકો અમરતભાઈ પટેલ ફરાર થઈ ગયો હતો. સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં આવેલ પરીવાર સોસાયટીમાં જુગાર રમતા કુલદીપસીંહ હિતેન્દ્રસીંહ રાણા, બળદેવ શીણાભાઈ હાડગડા, જગદીશ મુકેશભાઈ ગોહીલ અને લાખા હિન્દુભાઈ હાડગડા રોકડા રૂ. 6,260 સાથે પકડાયા હતા. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે કોળીપરામાં મુકેશ રસીકભાઈ નાકીયા, અશોક કરમશીભાઈ પલાણી, દલસુખ અમથુભાઈ પલાણી, મનસુખ કાવજીભાઈ કાલીયા રોકડા રૂ. 5,290 સાથે ઝડપાયા હતા. આ દરોડામાં સંજય હકાભાઈ ધોળકીયા, રોહીત જીણાભાઈ કોળી, શકિત હકાભાઈ પલાણી અને દશરથ ઘોઘજીભાઈ ઘણાદીયા ફરાર થઈ ગયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button