Surendranagar: ગેડિયામાં વિદેશી દારૂના કટિંગ સમયે પોલીસ ત્રાટકી: રૂ.30.69 લાખનો મુદ્દામાલ જપ્ત
બજાણા પોલીસ ગુરૂવારે રાત્રે ગેડીયા ગામે દારૂના કટીંગ સમયે જ ત્રાટકી હતી. મળતી માહીતી મુજબ બજાણા પીઆઈ એ.કે.વાઘેલા, કીશોરભાઈ પારધી સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન શંકાસ્પદ વાહનો લાગતા તપાસ કરાતા નાસભાગ મચી હતી. અને તપાસ કરતા કન્ટેનરમાંથી આઈસર અને કારમાં દારૂનું કટીંગ થતુ હતુ.
અને કન્ટેનરમાં ચોરખાનુ બનાવી દારૂ લવાયો હતો. પોલીસે કન્ટેનરના ડ્રાઈવર બીહારના શકલદેવકુમાર બેજીન્દર મહેરા, કલીનર બીટ્ટુકુમાર હુલાસ શાહ અને માલવણના રહીમખાન મહમદખાન ગઢવાડીયાને ઝડપી લીધા હતા. આ શખ્સોની પુછપરછમાં ડ્રાઈવરે આ દારૂ ગુડગાવથી પીન્ટુભાઈ નામના શખ્સે ભરીને મોકલ્યો હોવાનું જણાવ્યુ હતુ.
જયારે રહીમખાને આ દારૂ મહિલા બુટલેગર બીલ્કીશબાનુ હનીફખાન ઉર્ફે કાળા મુન્નાએ મંગાવ્યો હોવાનુ કહ્યુ હતુ. પોલીસે રેડ કરતા બીલ્કીશબાનુ, ઈસ્માઈલખાન બીસ્મીલાખાન મલેક, સીરાજખાન, સોહીલખાન, આઈસરનો ચાલક, હુન્ડાઈ કારનો ચાલક ફરાર થઈ ગયા હતા. પોલીસે દારૂની 4,524 બોટલ કિંમત રૂપીયા 13,50,504, રૂપીયા 12 હજારના 3 મોબાઈલ ફોન, રોકડા રૂપીયા 6,700, રૂપીયા 10 લાખનું બંધ બોડીનું કન્ટેનર, રૂપીયા 5 લાખનું આઈસર, રૂપીયા 2 લાખની કાર સહિત રૂપીયા 30,69 ,204નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા 3 અને ફરાર થનાર સહિત કુલ 10 સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.
Source link