GUJARAT

Surendranagar: સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મુદ્દે ફરીવાર દંગલ

સુરેન્દ્રનગરમાં રહેતા અને રખડતા ભુંડ પકડવાનું કામ કરતા એક જ કુંટુંબીના બે પરિવારો વચ્ચે ફરી મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સામ-સામે 8 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ભુંડ પકડવાનું કામ કરતા પરિવારો અનેકવાર હદ બાબતે બાખડે છે. અગાઉ શહેરના 80 ફુટ રોડ, વઢવાણના ખારવા રોડ, સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ બાદ તા. 15મીના રોજ સાંજે શહેરના દાળમીલ રોડ પર ફરી આ પરિવારો બાખડયા હતા. જેમાં સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુમાં મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરની કલેકટર કચેરી પાછળ આવેલ હાઉસીંગ સોસાયટીમાં રહેતા રર વર્ષીય હરદીપસીંગ અવતારસીંગ પટવા અભ્યાસ કરે છે. તા. 15-12ના રોજ સાંજે તેમનો નાનો ભાઈ મલીંદરસીંગ તેના મીત્ર જુમ્માને લઈને કારમાં ડેમ તરફ આંટો મારવા ગયો હતો. ત્યારે કુંટુંબીજનો રાજુસીંગ દારાસીંગ પટવા, ક્રીપાલસીંગ દારાસીંગ પટવા, કલ્લુસીંગ દારાસીંગ પટવા, બલરામસીંગ રાજુસીંગ પટવા અને કરનસીંગ હરનામસીંગ પટવાએ કાર ઉભી રખાવી તમારે આ બાજુ આવવાનુ નહીં, નહીંતર મારીને નાંખી દઈશુ કોઈને ખબર નહીં પડે તેમ કહેતા મલીંદરસીંગે તેના ભાઈને ફોન કર્યો હતો. આથી હરદીપસીંગ અને પિતા અવતારસીંગ દોડી ગયા હતા. આ સમયે પાંચેય આરોપીઓએ પિતા અને બે પુત્રોને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. અને અમારા વિસ્તારમાં ભુંડ પકડવા કે અમથા દેખાણા તો જાનથી મારી નાંખીશુ. તેવી ધમકી આપી હતી. જેમાં ત્રણેય ઈજાગ્રસ્ત પિતા અને બે પુત્રોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જયારે સામાપક્ષે રાજુસીંગ દારાસીંગ પટવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેમના કાકા અવતારસીંગ અને પિતરાઈ ભાઈઓ હરદીપસીંગ અને મલીંદરસીંગે ભુંડ પકડવા અમારા વિસ્તારમાં આવવુ નહીં તેમ કહી બોલાચાલી કરી હતી અને ત્રણેય શખ્સોએ તલવાર, લોખંડની ટામી અને લાકડાના ધોકા વડે ક્રીપાલસીંગ અને કરનસીંગને માર મારી ઈજા પહોંચાડી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી પીએસઆઈ બી.કે. મારૂડા, ધર્મેન્દ્રસીંહ મોરી સહિતનાઓએ આ કેસના છ આરોપીઓને ઝડપી લીધા હતા અને બનાવના સ્થળે પીએસઆઈ એચ. એસ. જાડેજા દ્વારા તમામને લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ કરાવાયુ હતુ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button