GUJARAT

Surendranagar: રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં 2 બેઠક માટે આજે ઝાલાવાડમાં મતદાન

ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં તા. 24 સપ્ટેમ્બરે મતદાન યોજાનાર છે. ત્યારે ર બેઠકોની ચૂંટણીમાં ઝાલાવાડમાં પણ સંચાલક મંડળની બેઠકમાં 166 અને સરકારી શિક્ષકોની બેઠક માટે જિલ્લાના 203 મતદારો મતદાન કરનાર છે. સુરેન્દ્રનગરની એન.ટી.એમ.હાઈસ્કુલમાં સવારે 8 થી સાંજના પ સુધી મતદાન યોજાશે. હાલ બેલેટ પેપરને શાળાના રૂમમાં સ્ટ્રોંગરૂમ બનાવી સીલ કરી રાખવામાં આવ્યા છે.

ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડના 9 સંવર્ગની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 6 બેઠકો બીન હરીફ થઈ છે. જયારે વાલી મંડળના સભ્યની બેઠક બરખાસ્ત થઈ હતી. ત્યારે હવે સંચાલક મંડળના પ્રતીનીધીની બેઠક અને સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાના શિક્ષકની બેઠકની ચૂંટણી માટે આજે તા. 24 સપ્ટેમ્બરે મતદાન યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીને લઈને ઝાલાવાડમાં ગરમાવો આવી ગયો છે. સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ હાઈસ્કુલમાં જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા, શિક્ષણ નીરીક્ષીક અને ચૂંટણીના નોડલ ઓફીસર કે.એન.બારોટની દેખરેખ નીચે સવારે 8 થી સાંજના પ સુધી મતદાન યોજાશે. જેમાં પ્રીસાઈડીંગ ઓફીસર તરીકે ધ્રાંગધ્રાની સોલડી હાઈસ્કુલના પ્રીન્સીપાલ હરીભાઈ પટેલની નીમણુંક કરાઈ છે. ચૂંટણીને લઈને જિલ્લાની સરકારી શાળાઓમાં આજે તા. 24ના રોજ રજા જાહેર કરાઈ છે. મળતી માહીતી મુજબ એક જ રૂમમાં બન્ને બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં સંચાલક મંડળના પ્રતીનીધીમાં 3 ઉમેદવારો છે. અને સરકારી શાળાના શિક્ષકોની ચૂંટણીમાં 4 ઉમેદવારો મેદાને છે. બન્ને બેઠક માટેના બેલેટે પેપર હાલ સ્ટ્રોંગરૂમમાં રખાયા છે. જે બન્નેના કલર અલગ-અલગ છે. અને જિલ્લાના સંચાલક મંડળના 166 અને સરકારી શાળાના શિક્ષકોના 203 મતદારો મતદાન કરશે. બોર્ડની ચૂંટણીનું પરિણામ તા.26ના રોજ જાહેર થનાર છે.

શાળાના શિક્ષકોના પ્રતિનિધિની બેઠક માટે ઉમેદવારો

 ચેતનાબેન બચુભાઈ ભગોરા, સરકારી માધ્યમીક શાળા, સીંગરવા, તા. દસ્ક્રોઈ, જિ. અમદાવાદ ? જાડેજા દિવ્યરાજસીંહ મહાવીરસીંહ, આલ્ફ્રેડ સ્કુલ, ભુજ, જિ. કચ્છ ? જોધાણી રાજેશકુમાર જીવણભાઈ, સરકારી માધ્યમીક શાળા, નાગલપોર, જિ. બોટાદ ? ખટાણા વિજયભાઈ કાળુભાઈ, સરકારી માધ્યમીક શાળા, કુંભારવાડા, જિ. ભાવનગર

શાળા સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠક માટે ઉમેદવારો

 જયંતીભાઈ વીરદાસભાઈ પટેલ, અમૃત એજયુકેશન ટ્રસ્ટ, અમદાવાદ ? કોરાટ પ્રીયવદનભાઈ જીવરાજભાઈ, સરસ્વતી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ પરડવા મેહુલભાઈ ભાયાલાલભાઈ, નારાયણ એજયુકેશન ટ્રસ્ટ, રાજકોટ


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button