થાનની પટેલ સોસાયટીમાં પ્રતાપભાઈ ઉર્ફે શીવરાજભાઈ અનકભાઈ ધાધલ રહે છે. તેઓ થાન રેલવે સ્ટેશનમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે. આઠેક માસ પહેલા તેઓએ તેમના મામા માણસીભાઈની દિકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
આ વાત માણસીભાઈના પરિવારજનોને ગમતી ન હતી. ગત તા. 2જી ઓકટોબરે સવારે પ્રતાપભાઈ અને તેમના પિતા કાર લઈને ઘર તરફ જતા હતા. ત્યારે દોલુ મનકાભાઈ ખાચર, જયરાજ મેરૂભાઈ ખાચર બન્ને જણા હથિયારો સાથે આવતા જોઈ પ્રતાપભાઈ દોડીને જોગાશ્રામ તરફ ગયા હતા.
આ બન્ને શખ્સો પ્રતાપભાઈને માર મારતા હતા. ત્યારે કારમાં નાગેન્દ્ર માણસીભાઈ જેબલીયા, માણસીભાઈ આલાભાઈ જેબલીયા અને 1 અજાણ્યો શખ્સ ઉતર્યા હતા. અને પ્રતાપભાઈને પાઈપ અને ઢીકાપાટુથી માર માર્યો હતો. જયારે તેમના પિતા અનકભાઈને પણ માર મારી ધમકી આપી હતી. બનાવમાં પ્રતાપભાઈને થાન સરકારી દવાખાને ત્યારબાદ રાજકોટ લઈ જવાયા હતા. આ અંગે થાન પોલીસ મથકે પાંચેય સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ વી.કે.ખાંટ ચલાવી રહ્યા છે.
Source link