થાનગઢ પંથકમાં વાડી કામ કરતા યુવકને પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ થતાં એની સાથે મૈત્રી કરાર કર્યા હતા.જેનાથી અગાઉના પતિ અને ભાઈ નારાજ હોઈ રાત્રે વાડીએ આવી ઘાતકી હુમલો કરી યુવતીનાં પતિ અને સસરાને ગંભીર ઈજા પહોંચાડતા બન્નેના મોત થતા ત્રણ શખ્સો ઉપર હત્યાનો ગુનો દાખલ કરાયો છે. આ આરોપીઓને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તજવીજ હાથ ધરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર જોરાવરનગરમાં વેપારીની હત્યાની ઘટનાની શાહી સુકાઈ નથી એવામાં થાનગઢમાં બેવડી હત્યાની ઘટનાથી ચકચાર મચી ગયેલ છે. થાનગઢ તાલુકાના સારસાણા ગામના બોર્ડ પાસે વાડી ખેડી મજૂરી કામ કરતા પરિવારના યુવક ભાવેશને બાજુના વર્માધાર ગામના હરજીભાઈ ચોથાભાઇ સાબલિયાની દીકરી સંગીતા સાથે પ્રેમસંબંધ હોઈ મૈત્રી કરાર કર્યા હતા. પરંતુ સંગીતાના અગાઉ મનડાસર ગામના દિનશ નાનજીભાઈ સાથે થયેલા હોઈ અગાઉના પતિ અને યુવતીનો ભાઈ આ મૈત્રી કરારથી નારાજ તો હતા. એવામાં મોડી રાત્રે યુવતીના અગાઉના પતિ દિનશ નાનજીભાઈ, યુવતીનો ભાઈ અને અગાઉના કાકાજી સસરા ત્રણેય હાથમાં લાકડાના ધોકા, છરી સહિતના હથિયારો લઈને વાડીએ પહોંચી દિનશ અને એના પિતા ઘુઘાભાઇ દાનાભાઈ ઉપર ઘાતકી હુમલો કરી નાસી છુટયા હતા. બીજી તરફ્ સંગીતા અને એની સાસુ સાથે પણ મારામારી કરી હોવાથી એમને પણ ઈજા પહોંચી હતી.આ તમામને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા અને જ્યાં સારવાર દરમિયાન દિનશ અને એના પિતાનું ગંભીર ઈજાના કારણે મોત થયું હતુ. આમ એક જ પરિવારમાં રહેતા પિતા પુત્રની હત્યા થતા ચકચાર મચી ગઈ હતી.આ બાબતની જાણ પોલીસને થતાની સાથે જ તાત્કાલિક પોલીસ કાફ્લો દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. પિતા-પુત્રની હત્યા બાબતની મૃતકના ભાઈએ ત્રણ શખ્સો સામે થાનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
કુલ ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો
મૃતક યુવકના ભાઈ રાજેશ ઘુઘાભાઇ બજાણીયાએ દિનેશ સુખાભાઈ સાબળીયા રહે.વર્માધાર, દિનેશ નાનજીભાઈ સાપરા રહે.મનડાસર અને જેશા નાનજીભાઈ સાપરા રહે.મનડાસર સહિત ત્રણ શખ્સો સામે ભાઈ અને પિતાની હત્યાની થાનગઢ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
દિવાળી ઊજવવા આવ્યાને મોત મળ્યું ભાવેશ અને સંગીતા બન્ને મૈત્રી કરાર કર્યા બાદ ચોટીલા તાલુકાના સુરઈ ગામે પાંચેક મહિનાથી રહેતા હતા પરંતુ દિવાલી હોવાથી ઉજવણી કરવા થાનગઢઆવ્યા અને યુવકને મોત મળ્યું હતું.
શંકાશીલ પતિથી ત્રસ્ત યુવતીએ અન્ય સાથે મૈત્રીકરાર કર્યા સંગીતાના લગ્ન અગાઉ દિનેશ સાથે થયા હતા. પરંતુ પતિ દિનેશને પત્ની સંગીતા ઉપર વારંવાર ચારિત્ર્ય ઉપર શંકા કરતો હતો. જેના કારણે સંગીતાએ ભાવેશ સાથે ભાગીને મૈત્રી કરાર કરી લીધા હતા.
SP સહિતના ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા ઘટનાની જાણ થતાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડયા અને ડીવાયએસપી વિશાલ રબારી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફ્લો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ ચકચારી ઘટનાની વિગતો મેળવી હતી.
ફરાર 3 શખ્સોને શોધવા પોલીસે તપાસ આદરી
થાનગઢના સારસાણા ગામે બેવડી હત્યાના બનાવ મામલે ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવેલ કે ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ડીવાયએસપી, એલસીબી, એસઓજી, થાનગઢ પોલીસ સહિતની અલગ અલગ આઠ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
Source link