GUJARAT

Surendranagar: ધ્રાંગધ્રા શહેરના મેઈન બજારમાં ત્રણ શખ્સોએ વેપારીને માર મારતા ચકચાર

ધ્રાંગધ્રામાં એક ઠંડા પીણાની દુકાને રાત્રે ત્રણ શખ્સોએ આવી નજીવી બાબતે ગાળાગાળી કરી યુવકને માર મારતો વીડિયો વાયરલ થતા દોડધામ મચી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રાની મેઈન બજારમાં શક્તિચોકથી શાકમાર્કેટ રોડ ઉપર હોટેલ લકઝરા નીચે ઠંડા પીણાની દુકાન આવેલી છે. આ દુકાને રાતના સમયે માનવભાઈ હાજર હતા. ત્યારે શહેરના ત્રણ શખ્સો આવી નજીવી બાબતે બોલાચાલી કરી યુવકને માર મારવા લાગ્યા હતા. એવામાં બીજા અન્ય યુવકે વચ્ચે પડી વધુ માર મારતા બચાવ્યો હતો. ત્રણ શખ્સો વેપારીને માર મારતો વિડીયો શહેરના ગ્રુપમાં વાયરલ થતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી.બીજી તરફ્ આ બાબતે ત્રણેય યુવક સામે યુવકે ફ્રિયાદ આપતા ડીવાયએસપી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ સિટી પી.આઈ.એમ.યુ.મશીની ટીમે ત્રણેય યુવકની ઓળખ કરી કિશન જેસિંગભાઈ, સાજીદ નુરમહંમદભાઈ અને નંદલાલભાઈ સામભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button