- વાવડ રાહતના : રેગ્યુલર ભાવથી નીચા ભાવે મીઠાઈ-ફરસાણ વેચવા વેપારીઓ સહમત
- જિલ્લા પુરવઠા અધિકારી તેમજ બંને શહેરના મામલતદારની ઉપસ્થિતિમાં વેપારીઓની બેઠક મળી
- વેપારીઓને નહીં નફો નહીં નુકશાનના ધોરણે મીઠાઈ-ફરસાણ વેચવા સહમતી દર્શાવી છે
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં જન્માષ્ટમી પર્વે મીઠાઈ અને ફરસાણનું ધુમ વેચાણ થાય છે. ત્યારે ગરીબ લોકો પણ મીઠાઈ અને ફરસાણ થકી જન્માષ્ટમી પર્વ ઉજવી શકે તે માટે જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારે બંને શહેરના વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વેપારીઓને નહીં નફો નહીં નુકશાનના ધોરણે મીઠાઈ-ફરસાણ વેચવા સહમતી દર્શાવી છે.
સુરેન્દ્રનગર અને વઢવાણના જરૂરીયાતમંદ લોકો પણ મીઠાઈ અને ફરસાણ થકી તહેવારો ઉજવી શકે તે માટે વેપારીઓ સાથે જિલ્લા પુરવઠા અધિકારીએ તથા વઢવાણ મામલતદારે મીઠાઈ-ફરસાણના વઢવાણના વેપારીઓ સાથે બેઠક કરી હતી. વેપારીઓએ નહી નફો નહી નુકશાનના ધોરણે નીચા દરે મીઠાઈ-ફરસાણ વેચવા સહમતી આપી છે. બેઠકમાં સુરેન્દ્રનગરમાં ફાફડા-વણેલા ગાંઠીયા પ્રતિ કિલો 400, ઝીણી સેવ 240, મેશુબ વેજીટેબલ ઘીમાં 200, બરફી ચુરમુ શુધ્ધ ઘીમાં 340, બરફી ચુરમુ વેજીટેબલ ઘીમાં 200, ફરસાણ 240માં, ગળ્યા સાટા 200, મોહનથાળ શુધ્ધ ઘી 350, મોહનથાળ વેજીટેબલ ઘી 200, બુંદીના લાડવા 170, છુટી બુંદી 190, ઝીણા ગાંઠીયા 220માં વેચવાનું નકકી કરાયુ છે. બીજી તરફ ગ્રાહક સુરક્ષા ધારાની જોગવાઈ મુજબ મિઠાઈ-ફરસાણની દુકાનોએ ભાવ અંગેનું બોર્ડ લગાવવા પણ તાકીદ કરાઈ છે.
Source link