સુરેન્દ્નનગર વિસ્તારના પોલીસ સ્ટાફ્ને રાત્રે એક જગ્યાએ એકઠા કરી લોકોની સલામતી માટે જરુરી સુચના આપી એસ.પી.ની હાજરીમાં કોંબિંગ નાઈટમાં વાહન ચેકિંગ સાથે ગુનાહિત શખ્સો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી કરાઈ હતી.
સુરેન્દનગરમાં રાત્રે ફયરીંગથી હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી ત્યારે કાયદો વ્યવસ્થા અને લોકોની સલામતી જળવાઈ રહે એ માટે સુરેન્દ્નનગર એસ.પી.ગિરીશ પંડયા,એલ.સી.બી.પી.આઈ.જે.જે.જાડેજા રાત્રે કોંબિંગ નાઈટમાં હાજર રહી શહેરના ચારેય પોલીસ સ્ટેશનના સ્ટાફ્ને એકઠા કરી અલગ- અલગ પ્રકારની સૂચનાઓ અપાઈ હતી.જેમાં રાત્રે શહપરિવાર કે નોકરીએ જતા લોકોને પરેશાન ના કરવા અને જરૂર વગર રાત્રે ભેગા થઈને બેસતા શખ્સો કામ વગર મોડે સુધી ના બેસે,દારૂ પીને વાહન ચલાવનાર ,બ્લેક ફ્લ્મિ લગાવી ફરનારા,નંબર પ્લેટ વગર ફરનારા,ગેરકાયદેસર હથિયાર લઈને ફરનારા શખ્સો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા સૂચનાં આપી હતી.ત્યાર બાદ ચારેય પોલીસ સ્ટેશનના સ્ટાફ્ દ્વારા શહેરના અલગ અલગ પોઈન્ટ ઉપર ચેકિંગ શરુ કરી વિવિધ પ્રકારના કેસો કરી કડક કાર્યવાહી શરુ કરી હતી.
જરૂરી કામ વગર નીકળનારા પણ દંડાશે : એસ.પી.
એસ.પી.ગિરીશ પંડયાએ જણાવેલ કે રાત્રે શહપરિવાર કે નિયમિત કામ ઉપર જનારા,રાત્રે ધંધો કરનારાને કોઈ મુશ્કેલી નહી પડે પરંતુ જરૂર વગર સીન સપાટા નાખવા મોડી રાત સુધી રખડતા શખ્સો ચેતી જાય પોલીસ સતત પેટ્રોલીગ કરી ચેકિંગ કરી કાર્યવાહી કરશે સાથે રાત્રે ક્યાય શંકાસ્પદ શખ્સો દેખાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવી.
Source link