દસાડા હાઈવે ઉપરથી દારૂ ભરેલી કાર નીકળવાની બાતમીના આધારે એસ.એમ.સી.ની ત્રણ ટીમ વોચમાં હતી એ સમયે પી.એસ.આઈ.દ્વારા વાહનો રોકવાનો પ્રયાસ કરતા સમયે વાહનો નાસી છુટતા પાછળ આવતી પોલીસ કારની લાઈટથી જ અંજાઈને ટ્રેઇલર સાથે અથડાતા પી.એસ.આઈ.નું શંકાસ્પદ મોત થતા ભારે દોડધામ મચી ગઈ હતી.આ બાબતની દસાડા પોલેસે આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી દસાડા-પાટડીમાં રાજસ્થાનથી સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ ઘુસાડતો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો હતો. એવામાં રાત્રે અઢી વાગે રાજસ્થાનથી દસાડા રોડ ઉપરથી દારૂ ભરીને કાર નીકળવાની બાતમીના આધારે એસએમસી. ગાંધીનગરના અમદાવાદ જુહાપુરામાં રહેતા પી.એસઆઈ જે.એમ.પઢાણ ત્રણ ટીમો અલગ અલગ જગ્યાએ ઉભી રાખી ચેકિંગ કરી રહ્યા હતા. જેમાં છેલ્લે કથાડા ગામ નજીક પીએસઆઈ વોચમાં ઉભા હતા. આ સમયે આગળની ટીમે શંકાસ્પદ કાર નીકળ્યાનો ફેન કરતા પીએસઆઈ પઠાણ રસ્તા ઉપર ઉભી રાખવાનો પ્રયાસ કરતા કાર ટ્રેલરનો કટ મારી નીકળી ગઈ અને ટ્રેલર પસાર થતા સમયે પાછળ એસએમસી ટીમની ફેર્ચ્યુંનરની લાઈટથી અંજાઈ જતા સ્ટાફ્ કુદી ગયો અને પીએસઆઈ પઠાણ ટ્રેલર સાથે અથડાતા ગંભીર ઈજા થઈ હતી અને ટ્રેઇલર પણ નાસી છુટયું હતું. ગંભીર ઈજા થતા તાત્કાલિક દસાડાથી વિરમગામ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા સારવાર દરમ્યાન મોત થયું હતું.આમ શંકાસ્પદ કાર અને ટ્રેલર પાછળ કાળું કપડું બાંધેલુ હોઈ નંબર પ્લેટ દેખાતી ન હોવાથી ટ્રેલરમાં પણ દારૂ ભરેલો હોય અને કાર પેટ્રોલિંગ કરતી હોવાની આશંકા સેવાઈ રહી છે.
Source link