GUJARAT

Surendranagar: હામપુર કેનાલમાં પાણી શરૂ કરવાની ચારવખત રજૂઆત છતાંય પાણી પહોંચતું નથી

  • ધ્રાંગધ્રા વિસ્તારના ખેડૂતોની નર્મદા કેનાલ, પાણી, વીજળી સહિત સમસ્યાની ધારાસભ્યને રજૂઆત
  • MLAએ APMC વાઇસ ચેરમેનને ફોન કરી ખખડાવતાં ખેડૂતોમાં રોષ
  • વઢવાણ, મૂળી તાલુકામાં ખેતીવાડીમાં ચોવીસ કલાક સિંગલફેઝ વિજળી, ધ્રાંગધ્રા બાકાત

ધ્રાંગધ્રા વિસ્તારમાં કેનાલના પાણી શરૂ કરવા, ખેતીવાડીમાં ચોવીસ કલાક વિજળી, વિધવા દાખલાઓના સોગંદનામા સહિતની સમસ્યાઓની ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. જ્યારે હામપુર સહિત ચાર ગામને કેનાલનું પાણી નહી મળતા હોવાથી ખેડૂતોએ તંત્ર ઉપર રોષ ઠાલવ્યો હતો.

ધ્રાંગધ્રાના ધારાસભ્ય લોકોની રજૂઆત સાંભળવા માટે બેઠક યોજી હતી. ત્યારે ધ્રાંગધ્રામાં હળવદરોડનો મેઇન હાઇવે અને રાજસીતાપુરથી સરવાળ સુધીનો ડામર રોડ અતી જર્જરીત હોવા છતાય નવો બનાવવા માટેનું કામ શરૂ ન કરાતા લોકોએ નારાજગી વ્યકત કરી હતી. સાથે વઢવાણ, મુળી તાલુકાના ગામડાઓમાં ખેતીવાડીમાં સીંગલ ફેઝ ચોવીસ કલાક વિજળી શરૂ કરી દેવાઇ છે જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો વારંવાર રજૂઆત કરવા છતાય અમલ કરાતો નથી જેના કારણે વાડીઓમાં શ્રામીકોને રહેવા અને એમના બાળકોને અભ્યાસમાં મુસ્કેલી પડતી હોવાની નારીચાણાના વનરાજસીહે ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોની વાડીએ સીંગલફેઝ 24 કલાક વિજળી શરૂ કરવા અને મેથાણના ખેડૂત અગ્રણી જે.કે.પટેલે વિધવા સહાય સહિતના દાખલાના સોગંદનામા બાબતની ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરાને રજૂઆત કરી હતી. બીજી તરફ હામપુર, રામગઢ, રાજચરાડી અને ભારદ સહિતના ચાર ગામડાના સીમાડેથી પસાર થતી નર્મદા કેનાલમાં ત્રણેક માસથી પાણી આવતુ નથી. હાલ વરસાદ ખેચાઇ રહયો છે કપાસનું વાવેતર કરી દીધુ છે. જો પાણી સમયસર નહી મળે તો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોને લાખો રૂપીયાનું નુકશાન ભોગવવાનો વારો આવે એમ છે. આ બાબતે ખેડૂતોએ અગાઉ ધારાસભ્ય પ્રકાશ વરમોરાને ચાર વખત રજૂઆત કરવા છતાય ઉકેલ ન આવતા આજે ધીરૂભાઇ પટેલ સહિતના ખેડૂતોએ જલ્દી કાર્યવાહી કરવા ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરી હતી.અને યુવા ખેડૂત અગ્રણી અને એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન મનીષભાઇ પટેલે વારંવાર ધારાસભ્ય વરમોરા અને અધિકારીઓને ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરવા છતાય કેનાલના પાણીનો ઉકેલ ન આવતા સોશીયલ મીડીયા-મીડીયામાં વાચા આપવાનો પ્રયાસ કરતા ધારાસભ્યએ ફોન કરી મનીષભાઇ પટેલને ખખડાવતા સમગ્ર વિસ્તારના ખેડૂતોએ ધારાસભ્યની આવી હરકતથી નારાજગી વ્યકત કરી રોષ વ્યકત કર્યો હતો.

કેનાલના પાણી માટે રજૂઆત કરતાં MLA અકળાયા

ખેડૂત અગ્રણી અને એ.પી.એમ.સી.વાઇસ ચેરમેન ચાર ગામના ખેડૂતોને કેનાલનું પાણી નહી મળતુ હોવાની અધિકારી-ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવા છતાય ઉકેલ ન આવતા સોશીયલ-મીડીયા અને મીડીયાના માધ્યમથી વાચા આપવાનો પ્રયાસ કરતા ધારાસભ્ય વરમોરાએ મનીષભાઇને ફોન કરી ખખડાવ્યાની ખેડૂતોને જાણ થતા ધારાસભ્ય ઉપર રોષ વ્યકત કર્યો હતો.

કલેકટરના જાહેરનામા-MLAના વર્તનથી ખેડૂતો નારાજ

સુરેન્દ્રનગર કલેકટર કચેરી દ્વારા એક વર્ષ સુધી ચાર વ્યકિતથી વધારે લોકોને એકઠા નહી થવા, સરઘસ,રેલી ઉપર પ્રતિબંધ લગાવતુ જાહેરનામું બહાર પાડયુ છે અને ખેડૂતોની સમસ્યાને વાચા આપવા આગેવાનો પ્રયાસ કરે તો ધ્રાંગધ્રાના ધારાસભ્ય ખખડાવે છે તો ખેડૂતો જાયે તો જાયે કહા જેવી સ્થિતી સર્જાઇ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button