સિહોદ પુલ પાસે ભારજ નદીમાં જનતા ડાયવર્ઝન બનાવાયેલું છે. દિવાળી પર્વની બજારોમાં ઘરાકી વાઘ બારસથી શરૂ થઈ છે ત્યારે તા. 28 ઓક્ટોબર ના રોજ બપોરે 3:30 વાગે સુખી ડેમમાંથી એક ગેટ ખોલી 500 ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું છે. જેને લીધે જનતા ડાયવર્ઝન પર જોખમ પણ તોળાઈ રહ્યું છે.
પાણીનો પ્રવાહ ડાયવર્ઝનને ધોઈ શકે છે.સુખી ડેમનો પાચ નંબરનો દરવાજો 15 સેમી જેટલો ખોલી બપોરે સાડા ત્રણ વાગ્યે પાણી છોડવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાની મધ્યમાં આવેલ શિહોર અને એન એચ એ આઈ નું ડાયવર્ઝન ધોવાઈ ગયેલા હોવાથી પબ્લિકે પોતાની તરફ્થી જનતા ડાયવર્ઝન નિર્માણ કર્યું છે. આ પેવમેન્ટ બનાવવા માટે રાત દિવસ ચાર હિટાચી મશીન સતત ત્રણ દિવસ કામે લાગેલા હતા. જેના માટે લખલૂટ ખર્ચ કરવામાં આવ્યો છે. જેતપુર પાવી સરપંચ, ઉપસરપંચ મોન્ટુ શાહ, વેપારી મંડળના આગેવાનો, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સહિતે આર્થિક સહયોગથી નવું જનતા ડાયવર્ઝન આકાર પામ્યું છે. સુખી ડેમ તેની સર્વોચ્ચ સપાટી એફ્આરએલ 147.82 મીટર સુધી પહોંચ્યો છે. હવે ડેમના ઉપરવાસમાંથી આવતા પાણી સમયાંતરે છોડી દેવું પડે છે. ડેમ સત્તાવાળા અધિકારીઓ પાણીની સપાટી જાળવવા માટે કોઈને પણ પૂછયા વગર જેવી ડેમમાં પાણીની આવક થાય તેમ એટલા જ પ્રમાણમાં પાણી છોડી દેવા માટે ડેમની ગાઇડલાઇન્સ પ્રમાણે અનુસરતા હોય છે. તેમાં કોઈ હસ્તક્ષેપ શક્ય નથી. ડેમની જળ સપાટી સહેજ પણ જો વધી જાય તો ડેમને નુકસાન સર્જાઈ શકે તેમ છે જો તેમ થાય તો ઇજનેરોને સસ્પેન્ડ પણ કરી દેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે. જેથી ઇજનેરો અને અધિકારીઓ દ્વારા ડેમની સર્વોચ્ચ જળ સપાટી પહોંચી ગઈ હોવાથી ડેમ સરોવરમાં વધારે આવતા પાણી છોડી દેવા તે ડેમ અને સમગ્ર વિસ્તારના હિતમાં છે. જનતા ડાયવર્ઝન દિવાળીની સિઝનમાં ખૂબ જ જરૂરી છે. જોકે સુખી ડેમ ને જોખમમાં મૂકી પાણીને ન છોડવું તે પણ સમગ્ર વિસ્તારના હિતમાં હરગીજ નથી.
અધિકારીઓને તેમની ફ્રજ નિભાવવી પડતી હોય છે. આજે આખો દિવસ બપોરે 3:30 વાગે ડેમમાંથી પાણી છોડવામાં આવશે ત્યારે જનતા ડાયવર્ઝન ધોવાઈ જવાની ધાસતી વચ્ચે ડાયવર્ઝન બંધ કરી દેવાશે તેવી પણ વાતો ચર્ચાઇ હતી. સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના મેસેજ વહેતા થયા હતા. જોકે સમી સાંજે આ લખાય છે ત્યારે પણ ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ છે. જોકે ડાયવર્ઝનને તેનાથી કોઈ અસર થઈ નથી.
Source link