સુજી ગયેલા હોઠ, ફૂલેલા ગાલ… સર્જરી બાદ ઉર્ફી જાવેદના ચહેરાને આ શું થયું

સોશિયલ મીડિયા પર પોતાના અવિરત અને અતરંગી ફેશન માટે જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદ હવે તેના અદભૂત ડ્રેસિંગ નહીં, પણ સર્જરી બાદ ચહેરાના બદલાયેલા દેખાવને લઈને ચર્ચામાં આવી છે. ઉર્ફીએ હાલમાં પોતાના હોઠમાંથી ફિલર્સ હટાવવાની સર્જરી કરાવી છે, જેના કારણે તેનો ચહેરો સોજાયેલો અને અજીબ દેખાય છે.
વિડિયો શેર કરી ચહેરાની સ્થિતિ જાહેર કરી
ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેના ચહેરા પર ખૂબ જ લાલાશ અને સોજો સ્પષ્ટ દેખાઈ આવે છે. આ વીડિયોમાં તેની બહેન તેને મજાકમાં પૂછે છે કે “તું બોલી શકે છે?” અને ઉર્ફી હસતાં જવાબ આપે છે. આ વિડિયોને લઈને નેગેટિવ ટિપ્પણીઓ છતાં પણ ઉર્ફીએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે કોઈ ફિલ્ટર વગર પોતાનો ચહેરો બતાવે છે, જે ચાહકોના દિલ જીતી ગયો છેસર્જરી દરમ્યાનનો કઠિન અનુભવ
અગાઉ ઉર્ફીએ લિપ ફિલર્સ હટાવતી વખતે થતી તકલીફો દર્શાવતો વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં તેનો ચહેરો ધીમે ધીમે વધુ સોજાયેલો જોવા મળ્યો હતો. તેણે સ્પષ્ટ કહ્યું કે પ્રક્રિયા સરળ નહોતી અને શરીર પર તેની તરત જ અસર થઈ હતી.