ગુજરાત એટીએસએ ભોપાલથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી 1,814 કરોડના એમડી ડ્રગ્સ સાથે ઝડપેલા બે આરોપીની તપાસમાં સમગ્ર દેશમાં ડ્રગ્સ સપ્લાય કરતા મુખ્ય સૂત્રધારનું નામ ખુલ્યું છે. એટીએસના ઈનપુટ આધારે મંદસોર પોલીસે એમપીના નાહરગઢના હરીશ અજાનીની પૂછપરછ કરતા રાજસ્થાનના સૈયદ લાલાનું નામ ખુલ્યું છે.
સૈયદ લાલા ભોપાલની ફેક્ટરીમાં ડ્રગ્સનો જથ્થો ઉઠાવી દેશભરમાં સપ્લાય કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એટીએસની તપાસમાં આ બંને આરોપીના સંપર્કમાં હરીશ અજાની હોવાની વિગતો મળી હતી. એટીએસએ મંદસોર પોલીસનો સંપર્ક કરતા હરીશને ડિટેઈન કરી પૂછપરછ કરાતા પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ કનેકશનમાં તે જોડાયેલો હોવાનુ ખુલ્યુ હતુ. હાલમાં હરીશ અજાનીને વધુ તપાસ અર્થે મંદસોર પોલીસે એનસીબીની ટીમને સોંપ્યો હોવાની વિગતો મળી છે. મધ્યપ્રદેશના મંદસોર જિલ્લા એસપી અભિષેક આનંદે જણાવ્યું હતું કે, હરીશને ભોપાલ એમડી ડ્રગ્સ ફેક્ટરી કેસની તપાસ કરી રહેલી ટીમને સોંપવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર રાજસ્થાનનો સૈયદ લાલા હોવાની વિગતો મળી છે.
Source link