Big B’s bungalow in water: મુંબઈમાં ધોધમાર વરસાદથી’બિગ બી’ના બંગલામાં ચારેકોર પાણી જ પાણી

મુંબઈનો વરસાદ ફરી એકવાર આફત બની ગયો છે. રસ્તાઓથી લઈને ઘરો સુધી બધે પાણી જ પાણી દેખાય છે. પરિણામે સામાન્ય લોકોથી માંડી આ વખતે બોલિવૂડ સ્ટાર્સ પણ તેનાથી બાકાત નથી.
અમિતાભ બચ્ચનનો જુહુ સ્થિત બંગલા ‘પ્રતીક્ષા’ પણ પાણીમાં ડૂબી ગયો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
એક સોશિયલ મીડિયા યુઝરે ‘પ્રતીક્ષા’ની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં બંગલાની અંદર કેમ્પસમાં પાણી ભરાયેલું દેખાય છે. વીડિયોમાં વ્યક્તિ કહી રહ્યો છે કે કેવી રીતે સામાન્ય માણસથી લઈને વીઆઈપી સુધી કોઈ પણ આ ભારે વરસાદથી બચી શક્યું નથી.
આ વીડિયોમાં રસ્તા પર બધે પાણી ભરાયેલું જોઈ શકાય છે. આ વ્યક્તિ અચાનક અમિતાભના બંગલાની અંદર સુરક્ષાકર્મીઓ સુધી પહોંચે છે પરંતુ ગાર્ડ્સ તરત જ ગેટ બંધ કરી દે છે.