ટૉપ ન્યૂઝમારું ગુજરાત
જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકના મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે આજે સવારના સમયે એક હૃદયદ્રાવક ઘટના સર્જાઈ હતીબાળકો રમતાં રમતાં તળાવમાં ન્હાવા ઉતર્યા હતા, પરંતુ અચાનક ઊંડા પાણીમાં પહોંચી જતા ડૂબી ગયા હતા.
ઘટના જોતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત તરવૈયાઓની મદદથી બચાવ કાર્ય શરૂ કરાયું હતું. લાંબી શોધખોળ બાદ મૃતદેહો મળી આવ્યા હતા. મૃત બાળકોમાં ભાવેશ ડાંગી (ઉંમર 6), હિતેશ ડાંગી (ઉંમર 8) અને નીતેષ માવી (ઉંમર 7)નો સમાવેશ થાય છે. જેમાંથી ભાવેશ અને હિતેશ સગા ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ત્રણ બાળકોની મોત
હાલમાં ત્રણે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ બાળકોના અકાળે વિદાય લેતા પરિવાર પર દુઃખનો પર્વત તૂટી પડ્યો છે.