બિઝનેસ

2025માં વિશ્વમાં સૌથી વધુ પૈસા કોણે કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં

2025માં ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસને આક્રમક વૃદ્ધિ સાથે સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિનો ખિતાબ મેળવ્યો છે. તેમણે એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગ જેવા દિગ્ગજોને પણ પાછળ છોડ્યા છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, તેમણે 70.69 અબજ ડૉલરની આવક હાંસલ કરી છે. હાલમાં તેમની કુલ નેટવર્થ 296 અબજ ડૉલર છે, જેના આધારે તેઓ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગ આ વર્ષે 43.2 અબજ ડૉલરની કમાણી સાથે કમાણીના ક્રમમાં બીજા સ્થાને છે,

તેમ છતાં કુલ નેટવર્થ 251 અબજ ડૉલર હોવા છતાં તેઓ અબજોપતિ યાદીમાં ચોથા સ્થાને છે. AI સેક્ટરમાં તેજી આવવાથી એન વીડિયાના CEO જેન્સન હુઆંગને 36.7 અબજ ડૉલરની કમાણી થઈ છે. તેમની કુલ સંપત્તિ હવે 151 અબજ ડૉલર છે, જેનાથી તેઓ વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ છે.

અબજોપતિઓમાં 17મા ક્રમે

માઇક્રોસોફ્ટના પૂર્વ CEO સ્ટીવ બૉલમરે 29.7 અબજ ડૉલરની કમાણી સાથે તેમની કુલ નેટવર્થ 176 અબજ ડૉલર સુધી લઈ ગયા છે, જેના આધારે તેઓ 9મા ક્રમમાં છે. થોમસ પીટરફી 25.2 અબજ ડૉલરની આવક સાથે 78.3 અબજ ડૉલરની નેટવર્થ ધરાવે છે અને 22મા સ્થાને છે.

કાર્લોસ સ્લિમે 2025માં 7.49 અબજ ડૉલરની કમાણી સાથે પોતાનું મૂલ્ય વધારીને 73.2 અબજ ડૉલર કર્યું છે અને તેઓ અબજોપતિઓમાં 17મા ક્રમે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ 10 અબજ ડૉલરની આવક સાથે પોતાની નેટવર્થ 101 અબજ ડૉલર સુધી લઈ જઈ, વૈશ્વિક અમીરોની યાદીમાં 18મા સ્થાને સ્થાન મેળવ્યું છે.

સૌથી વધુ નેટવર્થ ધરાવતા ટોપ-50ની યાદી
 એલોન મસ્ક – 362 અબજ ડૉલર
 લેરી એલિસન – 296 અબજ ડૉલર
 જેફ બેઝોસ – 252 અબજ ડૉલર
 માર્ક ઝકરબર્ગ – 251 અબજ ડૉલર
 સ્ટીવ બૉલમર – 176 અબજ ડૉલર
 લેરી પેજ – 174 અબજ ડૉલર
 સર્ગેઈ બ્રિન – 163 અબજ ડૉલર
 બર્નાર્ડ આર્નોલ્ટ – 162 અબજ ડૉલર
 જેન્સન હુઆંગ – 151 અબજ ડૉલર
 વોરન બફેટ – 146 અબજ ડૉલર
 માઈકલ ડેલ – 136 અબજ ડૉલર
 બિલ ગેટ્સ – 124 અબજ ડૉલર
 જિમ વોલ્ટન – 121 અબજ ડૉલર
 રોબ વોલ્ટન – 119 અબજ ડૉલર
 એલિસ વોલ્ટન – 118 અબજ ડૉલર
 એમેન્સિયો ઓર્ટેગા – 108 અબજ ડૉલર
 કાર્લોસ સ્લિમ – 103 અબજ ડૉલર
 મુકેશ અંબાણી – 101 અબજ ડૉલર
 ફ્રાન્કોઈઝ બેટનકોર્ટ મેયર્સ – 93.4 અબજ ડૉલર
 ગૌતમ અદાણી – 80.8 અબજ ડૉલર
 જુલિયા ફ્લેશર કોચ અને પરિવાર – 80.5 અબજ ડૉલર
 થોમસ પીટરફી – 78.3 અબજ ડૉલર
 ચાર્લ્સ કોચ – 73.2 અબજ ડૉલર
 ઝોંગ શાનશાન – 68.9 અબજ ડૉલર
 જેફ યાસ – 63.8 અબજ ડૉલર
 મા હુઆટેંગ – 60.8 અબજ ડૉલર
 ચાંગપેંગ ઝાઓ – 60.0 અબજ ડૉલર
 ઝાંગ યિમિંગ – 59.6 અબજ ડૉલર
 સ્ટીફન શ્વાર્ઝમેન – 57.1 અબજ ડૉલર
 જિયોવાન્ની ફેરેરો અને પરિવાર – 52.9 અબજ ડૉલર
 જેક્વેલિન બેજર માર્સ – 50.3 અબજ ડૉલર
 જોન માર્સ – 50.3 અબજ ડૉલર
 તાદાશી યાનાઈ – 49.3 અબજ ડૉલર
 કેન ગ્રિફીન – 48.3 અબજ ડૉલર
 લેઈ જુન – 47.3 અબજ ડૉલર
 ગેરાલ્ડ વર્થેઇમર – 45.2 અબજ ડૉલર
 એલન વર્થેઇમર – 45.2 અબજ ડૉલર
 એબીગેઇલ જોહ્ન્સન – 44.0 અબજ ડૉલર
 જર્મન લારિયા – 43.5 અબજ ડૉલર
 વિલિયમ ડિંગ – 42.9 અબજ ડૉલર
 મેકેન્ઝી સ્કોટ – 42.9 અબજ ડૉલર
 ઝેંગ યુક્યુન – 42.6 અબજ ડૉલર
 લુકાસ વોલ્ટન – 42.0 અબજ ડૉલર
 કોલિન હુઆંગ – 41.7 અબજ ડૉલર
 ડિએટર શ્વાર્ઝ – 41.6 અબજ ડૉલર
 જેક મા – 41.2 અબજ ડૉલર
 ક્લાઉસ-માઈકલ કુહને – 41.2 અબજ ડૉલર
 મિરીયમ એડેલ્સન – 39.6 અબજ ડૉલર
 લેન બ્લાવત્નિક – 38.8 અબજ ડૉલર
 એડ્યુઆર્ડો સેવેરિન – 38.5 અબજ ડૉલર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button