મારું ગુજરાત

Bhavnagar-Dholera Rail : ભાવનગર-ધોલેરા વચ્ચે 65 કિલોમીટર લાંબી નવી રેલ્વે લાઈન બનશે, રેલ્વે મંત્રાલયનો મોટો નિર્ણય

ભાવનગર-ધોલેરા વચ્ચે 65 કિલોમીટર લાંબી રેલ્વે લાઈનને મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણયથી સરકારના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સમાં ઝડપ આવશે. ભાવનગર-ધોલેરા રેલ્વે લાઈન સારી કનેક્ટિવિટી, લોજીસ્ટિક ક્ષમતા, આર્થિક વિકાસ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે.

ભાવનગરમાં મોટુ પોર્ટ આકાર લેવાનું છે. ધોલેરામાં ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ બની રહ્યું છે અને ધોલેરામાં નવા ઉદ્યોગો આવવાના છે, તેથી ઉદ્યોગોના માલ આયાત-નિકાસ માટે ભાવનગર બંદરની જરૂર પડશે અને તેના માટે રેલ્વે લાઇન હોવી જરૂરી છે.

અમદાવાદ-ધોલેરા વચ્ચે રેલ્વે કનેક્ટિવિટી ઊભી કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ

ધોલેરામાં વિવિધ કંપનીઓની સ્થાપના કરવાની સાથે સરકાર દ્વારા એરપોર્ટ અને રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદથી ધોલેરા વચ્ચે રેલ્વે લાઇનની કનેક્ટિવિટી ઊભી કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરાયું છે. હવે ધોલેરા-ભાવનગર પ્રોજેક્ટને પણ ઝડપી મંજૂરી આપવામાં આવી છે. આ વિસ્તારને રેલ્વે કનેક્ટિવીટી મળતા ગુડ્સનું ટ્રાન્સ્પોર્ટેશન સસ્તુ અને ઝડપી થશે.

નવી રેલ્વે લાઈનથી પેસેન્જરો સરળતાથી સુરક્ષિત અને ઝડપી પરિવહન સેવાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર તેમજ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર સાથે કનેક્ટિવિટી થતા પશ્ચિમી ક્ષેત્રમાં ધોલેરાની લોજીસ્ટિક ભૂમિકામાં વધારો થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button