Gujarat Weather : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 226 તાલુકામાં વરસાદ ખાબક્યો

આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 21-22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે.
જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે.
સરદાર સરોવર ડેમ 77.88 ટકા ભરાયો
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.
જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે. રાજ્યમાં હાલ 64 ડેમને હાઇ એલર્ટ, 29 ડેમને એલર્ટ તથા 21 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.