સ્પોર્ટ્સ

‘જો શોર્ટ પીચ બોલ નથી રમી શકતા તો ટેસ્ટ ક્રિકેટ ના રમો ટેનિસ કે ગોલ્ફ જેવી રમતો રમો’, ગાવસ્કર ફરી પંત પર ભડક્યા

બુધવારે (23 જુલાઈ) માન્ચેસ્ટરમાં બેટિંગ કરતી વખતે ભારતીય વિકેટકીપર ઋષભ પંતના પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયા બાદ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરની પ્રતિક્રિયા સામે આવી હતી.

તેમણે કહ્યું કે, મને હંમેશા એવું લાગ્યું છે કે તમે અક્ષમતા માટે લાઈક-ફોર-લાઈક સબસ્ટિટ્યુટ આપી રહ્યા છો. જો તમે શોર્ટ-પિચ બોલિંગ રમવા માટે પૂરતા સારા નથી, તો ટેસ્ટ ક્રિકેટ ના રમો, ટેનિસ કે ગોલ્ફ રમો. તમે એવા વ્યક્તિને લાઈક-ફોર-લાઈક સબસ્ટિટ્યુટ આપી રહ્યા છો જે શોર્ટ બોલ રમી શકતો નથી અને હિટ થાય છે.’

ગાવસ્કરે સમિતિની રચના કરવા કહ્યું

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કહ્યું કે, ‘ICCએ પંત જેવી ઈજાઓ માટે કેટલાક રિપ્લેસમેન્ટને મંજૂરી આપવા માટે નિયમોની સમીક્ષા કરવી જોઈએ. ચોથી ટેસ્ટના પહેલા દિવસે ફાસ્ટ બોલર ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે તેને ઈજા પહોંચી હતી.

અહીં એ સ્પષ્ટ છે કે તે (પંત) ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં કોઈ વિકલ્પ હોવો જોઈએ. હું ઈચ્છું છું કે આ અંગે નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવે. એક ક્રિકેટ સમિતિ છે. ICCની એક ક્રિકેટ સમિતિ છે, હાલમાં તેના અધ્યક્ષ સૌરવ ગાંગુલી છે. ICCના પ્રમુખ જય શાહ છે અને ICCના CEO સંજોગ ગુપ્તા છે.’

પહેલી ઈનિંગમાં ભારત 358 રન બનાવીને ઓલઆઉટ

ઉલ્લેખનીય છે કે, 24 જુલાઈએ મેચના બીજો દિવસે ભારતીય ટીમ પોતાની પહેલી ઈનિંગમાં 358 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત માટે પહેલી ઈનિંગમાં ઈજાગ્રસ્ત હોવા છતાં ઋષભ પંત ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો હતો. ત્યારે ઈંગ્લીશ કેપ્ટન બેન સ્ટોક્સે પાંચ વિકેટ ઝડપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button