મારું ગુજરાત

અમદાવાદમાં પીજી સંચાલકો માટે AMCએ SOP જાહેર કરી, હવે આ નિયમોનું કરવું પડશે પાલન

અમદાવાદમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ (PG) બિઝનેસ ધૂમ ચાલી રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પેઇંગ ગેસ્ટ (PG)સંચાલનને લઈને એસ.ઓ.પી જાહેર કરી છે.

જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે. એટલું જ નહી એએમસી દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે.

અમદાવાદમાં હોસ્ટેલ, રહેવાની સુવિધા-લોજીંગ કે બોર્ડિંગ સુવિધા સ્થાપવાનું તમે આયોજન કરી રહ્યા છો? AMC એ ન્યુ ડેવલપમેન્ટ પ્લાન હેઠળ ઉપયોગ માટે ખાસ નિયમો જારી કર્યા છે. દંડથી બચવા અને સરળ મંજૂરીઓ મેળવવા માટે સ્થાન પરવાનગીઓ, FSI મર્યાદાઓ, રસ્તાની પહોળાઈની આવશ્યકતાઓ અને ઓપરેશનલ લાઇસન્સ…

પરિણામે હવે કોઈપણ PG આવાસ સોસાયટીના ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) વિના ચલાવી શકાશે નહીં. આ જોગવાઈ PGના કારણે થતી સમસ્યાઓ સામે સોસાયટીઓને સત્તાવાર અધિકાર આપશે. PG ચલાવવા માટે AMC દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરીઓ ફરજિયાત કરવામાં આવી છે. આનાથી PGમાં રહેતા વિદ્યાર્થીઓ કે નોકરિયાતોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે.

પાર્કિંગની સમસ્યા હળવી થશે

હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવેશ થતાં હવે PG સંચાલકોએ 20 ટકા પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું પડશે. આનાથી પાર્કિંગની સમસ્યા હળવી થશે. જો કોઈ જગ્યાનો હોમ સ્ટે તરીકે ઉપયોગ કરવો હોય, તો તેના માટે ટુરીઝમ વિભાગ પાસેથી પણ મંજૂરીઓ લેવી ફરજિયાત રહેશે.

30 દિવસની અંદર અરજી કરી મંજૂરીઓ મેળવવાની રહેશે

PGને હવે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે. આનાથી તેમના પર લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ થશે. PG સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button