મારું ગુજરાત

Gujarat Weather : અંબાલાલ પટેલની આગાહીએ ખેલૈયાઓની ચિંતા વધારી, આવનારી નવરાત્રિમાં વરસાદ વિલન બનશે?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે, વરસાદ હજુ ગયો નથી. 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતામાં રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.

બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 27-28 ઓગસ્ટે વાતાવરણમાં પલટો આવી શકે છે. જોકે, 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

નવરાત્રિમાં વરસાદ

અંબાલાલના જણાવ્યા મુજબ, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં ચારથી છ ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.

જોકે, 18 થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાના કારણે નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા છે.

આથી તહેવારી ઉજવણી દરમિયાન લોકો માટે છત્રી રાખવી પડશે, સાથે રેન કોટ પહેરીને ગરબા રમવા પડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button