Deepika Padukone: દીપિકા પાદુકોણે અમિતાભ બચ્ચન સાથેની આ ફિલ્મ કરવાનો કર્યો ઇનકાર, જાણો શું છે કારણ

દીપિકા પાદુકોણ બોલિવૂડની ફેમસ અભિનેત્રીઓમાંની એક છે અને તે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે કારણ કે અભિનેત્રીએ આઠ કલાકની શિફ્ટની માગ કરી હતી. ત્યાર બાદ શિફ્ટમાં પ્રોબ્લેમ, નફાની વહેંચણી અને વધુ ફીની માંગણીઓ પૂર્ણ ન થવાને કારણે દીપિકાએ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત અને પ્રભાસ અભિનીત ફિલ્મ સ્પિરિટ છોડી દીધી હતી. હવે એવી માહિતી સામે આવી છે કે, તેણે અમિતાભ બચ્ચન સાથેની એક ફિલ્મ પણ નકારી કાઢી છે.
દીપિકાએ આ ફિલ્મ કરવાનો કર્યો ઇનકાર
દીપિકા પાદુકોણે ધ ઇન્ટર્નની હિન્દી રિમેકમાં કામ કરવાનો ઇનકાર કર્યો છે અને હવે તે ફક્ત ફિલ્મની નિર્માતા રહેશે. દીપિકાના કે.એ પ્રોડક્શન્સે 2015ની આ હોલીવુડ ફિલ્મના સત્તાવાર અધિકારો 2020માં મેળવ્યા હતા અને તે તેમાં ઋષિ કપૂર સાથે કામ કરવાની હતી.
જોકે, ઋષિ કપૂરના મૃત્યુ બાદ જાહેરાત કરવામાં આવી હતી કે અમિતાભ બચ્ચન હવે તેમની જગ્યાએ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ થોડા વર્ષોથી લંબવામાં આવી હતી.
દીપિકાએ કેમ કર્યો ઇનકાર?
મળેલી માહિતી અનુસાર, આ વખતે દીપિકા ફિલ્મમાં અભિનય છોડીને સંપૂર્ણ નિર્માતાની ભૂમિકા ભજવશે અને આ રીબૂટની સર્જનાત્મકતા અને અન્ય બાબતોનું નિરીક્ષણ કરશે. હવે તે ભૂમિકા માટે એક નવી અભિનેત્રીને કાસ્ટ કરવામાં આવશે જે તે પહેલા પોતે ભજવવાની હતી. તે નિર્માતા તરીકે પોતાની કારકિર્દીને વધુ આગળ લઈ જવા માંગે છે.
ધ ઇન્ટર્ન એ પાંચ પ્રોજેક્ટ્સમાંથી પહેલો છે જે તે આગામી વર્ષોમાં શરૂ કરવાની યોજના બનાવી રહી છે. દીપિકા પાદુકોણ શાહરૂખ ખાન, સુહાના ખાન સ્ટારર ફિલ્મ કિંગમાં જોવા મળશે. આ સિવાય તે કલ્કી 2898ની સિક્વલમાં પણ જોવા મળશે,
જેમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન પણ જોવા મળશે. સાથે જ તે એટલી દ્વારા નિર્દેશિત અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મમાં પણ જોવા મળશે.