મારું ગુજરાત

અમદાવાદ એરપોર્ટ સહિત દેશભરની 159 શાળાને ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને એક અનામી ઈ-મેલ મળ્યો હતો જેમાં એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેલ મળતાની સાથે જ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

સઘન તપાસ બાદ એરપોર્ટથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળ્યું નથી

તાત્કાલિક અસરથી અમદાવાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને CISF સહિતની સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટના સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ટર્મિનલ બિલ્ડિંગ, પાર્કિંગ વિસ્તાર, કાર્ગો સેક્શન અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

જોકે, રાહતની વાત એ છે કે, કલાકોની સઘન તપાસ બાદ પણ સુરક્ષા એજન્સીઓને એરપોર્ટ પરથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

આ ઈ-મેલમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાનીનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જી.ડી.ગોએન્કા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે.

ધમકી મળતા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ છે. આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો હતો.

બોમ્બ-સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પણ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button