દેશ-વિદેશ
Gujarat News : સુરતમાં ઝડપાયો ‘આરોપી’, યુકે-કેનેડાના વિઝા ગણતરીની મિનિટોમાં બનતા હતા!

સુરતમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. સુરત PCB અને SOGની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને અડાજણ વિસ્તારમાંથી એક નકલી વિઝા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ મામલે પ્રતિક શાહ નામના આરોપીની ધરપકડ કરી છે.
કયા દેશોના નકલી વિઝા મળ્યા?
પોલીસને આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા અનેક દેશોના નકલી વિઝા સ્ટીકર મળી આવ્યા છે. પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરોને દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો.
આ દરોડામાં આરોપી પાસેથી 5 વિઝા સ્ટીકર જપ્ત કરવામાં આવ્યા છે. આ ઘટનાથી રાજ્યમાં નકલી વસ્તુઓના મોટા રેકેટનો વધુ એક ખુલાસો થયો છે.