સ્પોર્ટ્સ
ઈંગ્લેન્ડ ટીમનો સ્ટાર બોલર અધવચ્ચે મેચમાંથી બહાર, જાણો શું છે કારણ

મેચના પ્રથમ દિવસે 57મી ઓવરના છેલ્લા બોલ પર ક્રિસ વોક્સના ખભામાં ઈજા થઈ હતી. નાયર મિડ-ઓફ તરફ ઓફ સ્ટમ્પ પાસે ફુલ લેન્થ બોલ રમ્યો હતો. ક્રિસ વોક્સ તેને રોકવા માટે દોડ્યો હતો.
તેણે બોલને રોકવા માટે ડાઇવ લગાવી હતી. આ દરમિયાન તેના ડાબા ખભામાં ઈજા થઈ હતી. જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. વોક્સનો ડાબો ખભો વળી ગયો હતો અને તે મેદાન છોડતા પહેલા ખૂબ જ પીડામાં દેખાતો હતો. ક્રિસ વોક્સનો ડાબો હાથ સ્વેટરમાં લપેટાયેલો હતો.
ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 224 રનમાં ઓલઆઉટ
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 224 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. બીજા દિવસને શરૂઆત ભારતે 204 રનથી કરી હતી.
જેમાં અડધો કલાકમાં જ ટીમ ઈન્ડિયાએ ધડાધડ ચાર વિકેટ ગુમાવી દેતા 224 રનમાં ખખડ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ગુસ એટકિન્સને સૌથી વધુ પાંચ વિકેટ ખેરવી હતી.