Ahmedabad News: અમદાવાદના મેઘાણીનગરમાં અપહરણ કરીને યુવકની જાહેરમાં હત્યા, જૂની અદાવતમાં છ લોકોએ જીવ લીધો

રાજ્યમાં સતત ગુનાઓના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જૂની અદાવતનું વેર રાખી કરાયેલા હુમલામાં એક યુવકનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો.
શુક્રવારે મેઘાણીનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં 23 વર્ષીય યુવકનું જાહેરમાં અપહરણ કરીને ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું છે.
છ લોકોએ રિક્ષામાં બળજબરીથી અપહરણ કર્યું
હત્યાના કેસમાં મૃત યુવક નિતિન પટણી (ઉ.વ. 23)ના મોટા ભાઈ આલય સંપતભાઈ પટણી(ઉ.વ. 26) એ આ અંગે FIR નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર શુક્રવારે બપોરે લગભગ 1 વાગે નિતિન પટણીનું કાગડાપીઠના સફલ-03 પાસેથી છ લોકોએ રિક્ષામાં બળજબરીથી અપહરણ કર્યું હતું.
આ હુમલાખોરોની ઓળખ સતીશ ઉર્ફે સટિયા વિઠ્ઠલભાઈ પટણી, વિશાલ ઉર્ફે બુમો કિશનભાઈ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી, રાજ ઉર્ફે સેસુ, તેમજ બાવા અને સાજન તરીકે ઓળખાતા બે અન્ય લોકો તરીકે થઈ છે.
આરોપીઓ નિતિનને ચમનપુરાના પટણીનગર વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં આરોપીઓ અને તેમના સાગરિતોએ નિતિનને પાઈપ, લાકડીઓ, છરીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે જાહેરમાં માર માર્યો હતો.