એન્ટરટેઇનમેન્ટ
Shah Rukh Khan Film King Look : ‘પઠાન’ અને ‘જવાન’ પછી આ ફિલ્મમાં શાહરૂખનો એક્શન અવતાર

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’ ઘણા સમયથી ચર્ચામાં છે, આ ફિલ્મમાં તેમની પુત્રી સુહાના ખાન પણ તેમની સાથે જોવા મળશે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ બનવા જઈ રહી છે.
તાજેતરમાં જ શાહરૂખ ખાન આ ફિલ્મના શૂટિંગ શેડ્યૂલ પર હાજર જોવા મળ્યો હતો. આ શૂટિંગ સેટના કેટલાક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં ચાહકોને ખ્યાલ આવ્યો હતો કે ફિલ્મ ‘કિંગ’માં શાહરૂખનો લુક કેવો હશે.
શાહરૂખે બદલ્યો વાળનો રંગ
‘કિંગ’ ફિલ્મના સેટ પરથી લીક થયેલા અને વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં શાહરુખ એકદમ બદલાયેલો દેખાતો હતો. ઝાંખી તસવીરમાં તેના વાળ ગ્રે રંગના દેખાતા હતા. એક વીડિયોમાં તે માથું ઢાંકતો જોવા મળ્યો હતો. તેણે કાળા હૂડીથી પોતાના વાળ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.