મારું ગુજરાત

રિવરફ્રન્ટ પર પ્રથમવાર આ ત્રણ દિવસ નવરાત્રિનું ભવ્ય આયોજન થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે A, B, C અને D એમ ચારે બ્લોક ખાતે રંગતાલી રિવરફ્રન્ટ નામે ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સમગ્ર ત્રણ દિવસ ગરબાનું સંચાલન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવશે.

26થી 28 સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી ગરબા યોજાશે

26થી 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ગરબા રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. ‘રંગતાલી રિવરફ્રન્ટ’ નામથી યોજાનારા ત્રણ દિવસીય ગરબાનું આયોજન કરવા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. સૌપ્રથમ વખત યોજાનારા ગરબા થીમ બેઝ હશે.

ટૂંક સમયમાં ટિકિટના દર જાહેર કરાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ટિકિટના દર અને ફૂડ સ્ટોલ વગેરે માટેના દરની જાહેરાત કરવામાં આવશે. ટિકિટ માત્ર ઓનલાઈન જ મળે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

નવરાત્રિમાં ગરબા રમવા જતા ખેલૈયાઓને પાર્કિંગ, સિક્યુરિટી અને ખાણીપીણી સહિતની સુવિધાઓની જરૂર હોય છે. જેથી આ તમામ સુવિધાઓ પણ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button