IND Vs ENG: મોહમ્મદ સિરાજ બુમરાહનો રેકોર્ડ તોડી છવાયો, આ મામલે બન્યો નંબર-1 એશિયન બોલર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે 4 વિકેટ લઈ જસપ્રીત બુમરાહનો એક ખાસ રેકોર્ડ તોડી નાખ્યો છે.
સિરાજે મુરલીધરન અને વકાર યુનુસના રેકોર્ડની બરાબરી કરી
અત્યાર સુધી બુમરાહે ઈંગ્લેન્ડમાં પાંચ વખત એક ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી છે. જ્યારે સિરાજે છઠ્ઠી વાર આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ સિરાજે શ્રીલંકાના દિગ્ગજ બોલર મુથૈયા મુરલીધરન અને પાકિસ્તાનના વકાર યુનુસના રેકોર્ડની પણ બરાબરી કરી છે. આ બંને બોલરોએ પણ ઈંગ્લેન્ડની ધરતી પર છ-છ વખત ચાર વિકેટ ઝડપી છે.
ઈંગ્લેન્ડમાં સૌથી વધુ 4 વિકેટ લેનારો નંબર-1 એશિયન બોલર પણ બન્યો
સિરાજે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી અને ટીમને 247 રન પર જ ઓલઆઉટ કરવામાં મદદ કરી હતી. આ 4 વિકેટ સાથે સિરાજ આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર તો બન્યો જ પણ તે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ 4 વિકેટ લેનારો નંબર-1 એશિયન બોલર પણ બની ગયો છે.