મારું ગુજરાત

Navsari News: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, નવસારીમાં 4 વર્ષનું બાળક લિફ્ટમાં ફસાઈ જતા મોત

નવસારી જિલ્લાના વિજલપુર વિસ્તારમાં આજે સોમવારે નીરવ એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક મારી રહી હતી. એ દરમિયાન માતા આવે એ પહેલાં જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી અને લિફ્ટમાં ફસાઈ ગયો હતો.

ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ એક કલાકનો સમય લાગ્યો હતો.

હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે મૃત જાહેર કર્યો

બાળકને લિફ્ટમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે.

બાળકોને એકલા લિફ્ટમાં મોકલશો કે જવા દેશો નહી

આ સમાચારના માધ્યમથી માતા-પિતાને એક નમ્ર વિનંતી છે કે આપના બાળકોને એકલા લિફ્ટમાં મોકલશો કે જવા દેશો નહી. કોઇ કારણોસર લિફ્ટમાં ખામી સર્જાઇ છે ત્યારે બાળક ગભરાઇ જાય છે તો ક્યારેક મોટી દુર્ઘટનાનો ભોગ બની શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button