![Tamil Nadu : AI સ્ટાર્ટઅપે તેના કર્મચારીઓને 14 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું Tamil Nadu : AI સ્ટાર્ટઅપે તેના કર્મચારીઓને 14 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું](https://i2.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/02/07/9R3yiQ1oTGOd6bAprpC9QMHWNiItmuWZWgdA1Hxk.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
કોઈમ્બતુરના AI સ્ટાર્ટઅપે તેના કર્મચારીઓને 14 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું છે.આ સ્ટાર્ટઅપમાં કામ કરતા કુલ 140 કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે.આ વાત જાણીને તમને પણ એવું થતું હશે કે આપણને પણ આવું બોનસ મળી જાય તો? આપને જણાવી દઈએ કે, અહીં Kovai.co નામના સ્ટાર્ટઅપે તેના કર્મચારીઓને 14 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું છે. આ કંપનીમાં કુલ 140 કર્મચારીઓ કાર્યરત છે અને તેમની વચ્ચે 14 કરોડ રૂપિયા બોનસ તરીકે વહેંચવામાં આવશે.
કંપનીના માલિક સરવણકુમારે પોતાનું વચન નિભાવ્યું
આપને જણાવી દઈએ કે, તમિલનાડુના કોઈમ્બતુરમાં સ્થિત એક AI સ્ટાર્ટઅપે કંઈક એવું કર્યું છે જે દરેક સ્ટાર્ટઅપનું સપનું હોય છે. 2011માં સરવણકુમાર નામના વ્યક્તિએ આ કંપનીની સ્થાપના કરી હતી. આ સ્ટાર્ટઅપ બિઝનેસ-ટુ-બિઝનેસ SaaS સોલ્યુશન્સ પ્રદાન કરે છે. 14 વર્ષ પછી, સરવણકુમારે તેમના કર્મચારીઓને આપેલું વચન પૂરું કરવાનું નક્કી કર્યું અને તેમના 140 કર્મચારીઓને 14 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું. વાસ્તવમાં સરવણકુમારે તેમના કર્મચારીઓને ત્રણ વર્ષ પહેલાં કહ્યું હતું કે, ત્રણ વર્ષ અમારી સાથે રહો અને હું તમને બોનસ તરીકે જાન્યુઆરી 2025થી છ મહિનાનો પગાર આપીશ. સરવણકુમારે તેમનું આ વચન પૂરું કર્યું છે અને કુલ 140 કર્મચારીઓને કુલ 14 કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવ્યું છે.
સરવણ કંપનીને યુનિકોર્ન બનાવવા માંગે છે
Kovai.co ના સ્થાપક અને CEO તેમનો મોટાભાગનો સમય લંડનમાં વિતાવે છે. જ્યારે 250 કર્મચારીઓ કોઈમ્બતુરથી કામ કરે છે. તેણે કહ્યું કે હું Kovai.co ને યુનિકોર્ન બનાવવા માંગુ છું. અમારી મહત્વાકાંક્ષા 2030 સુધીમાં $100 મિલિયનની આવક ઉભી કરવાની છે. તેમણે હસીને કહ્યું, મેં બુગાટી કાર ખરીદવાનું વિચાર્યું હતું તે વિચાર છોડી દીધો છે…હું મારા કર્મચારીઓને બોનસ આપવા માટે આ ખરીદવા માંગતો હતો. પરંતુ હમણાં માટે, લેમ્બોર્ગિની પોર્શથી જ કામ ચલાવવું પડશે.
કંપનીના માલિકો લંડનમાં રહે છે
Kovai.co, જેનું નામ તે શહેર પરથી રાખવામાં આવ્યું છે. જ્યાં તેની સ્થાપના કરવામાં આવી હતી. કંપનીને આ વાતનો ગર્વ છે કે તેના ગ્રાહકોમાં બોઇંગ અને શેલ જેવા મોટા નામો સામેલ છે. તેના સ્થાપક સરવણકુમાર કોઈમ્બતુરના વતની છે. તે 25 વર્ષ પહેલા લંડન ગયા હતા. સરવણકુમારે જણાવ્યું હતું કે હું એક દાયકા કરતાં વધુ સમયથી નિયમિત IT કર્મચારી હતો. પરંતુ મેં માર્કેટમાં એક ગેપ જોયો અને આ સ્ટાર્ટઅપને સંપૂર્ણપણે બુટસ્ટ્રેપ કરવાનું નક્કી કર્યું અને અમને કોઈ બહારથી ફંડિંગ મળ્યું નહતું…
દરેક વ્યક્તિનું સપનું અમીર બનવાનું હોય છે
હવે લોકોને સવાલ એ થાય કે આટલું મોટું બોનસ આપવાની પાછળનું કારણ શું? જેનો જવાબ આપતા સરવણકુમારે કહ્યું કે Kovai.coની હાલમાં વાર્ષિક આવક $15 મિલિયન છે. સાથે જ તેમણે પ્રશ્ન કર્યો કે લોકો સ્ટાર્ટઅપ માટે કેમ કામ કરે છે. કારણકે તેઓ એક દિવસ અમીર બનવા માંગે છે. દરેક વ્યક્તિનું અમીર બનવાનું સપનું હોય છે.
Source link