તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 16 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. બાળકોથી લઈને વુદ્ધ લોકો તમામ આ શોના શોખીન છે.. ગોકુલધામ સોસાયટીની શરૂઆત 16 વર્ષ પહેલા થઈ હતી જેમાં જેઠાલાલ, દયાબેન, ટપ્પુ સેના, ભીડે, માધવી ભાભી, બબીતા જી થી લઈને ઐયર અને સોઢી જેવા પાત્રો જોવા મળ્યા હતા. દરેક પાત્રે પોતાની એક્ટિંગથી લોકોને ખૂબ હસાવ્યા હતા.
ગોકુલધામ સોસાયટીમાં આવશે બે નવા કલાકારો
આ શોનો દરેક એપિસોડ ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે લેટેસ્ટ એપિસોડ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે કારણ કે જેમાં ગણેશ ચતુર્થીના અવસર પર ગોકુલધામ સોસાયટીમાં બે નવા કલાકારો જોવા મળવાના છે હાલમાં જ ઓલિમ્પિક મેડલિસ્ટ ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળ્યો હતો. અમન સેહરાવતે ગોકુલધામ સોસાયટીના સભ્યો સાથે ધામધૂમથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. અમન સેહરાવતે ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની આરતી ઉતારી હતી. આ સાથે જ તે ખુશીથી તારક મહેતાની ટીમ સાથે નાચતો જોવા મળ્યો હતો.
આ બંને કલાકારો શોમાં એન્ટ્રી કરશે
અમને આત્મારામ ભીડેની પ્રશંસા કરી અને તેમને શ્રેષ્ઠ સચિવ પણ કહ્યા હતા. આ દરમિયાન પોપટલાલે અમનને પોતાના માટે છોકરી શોધવા કહ્યું હતું. અમન સેહરાવત બાદ બે નવા મહેમાનો પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભાગ લેવા જઈ રહ્યા છે. હવે આ શોમાં પ્રખ્યાત સિંગર-એક્ટર ધ્વની ભાનુશાલી અને આશિમ ગુલાટી જોવા મળવાના છે. બંને કલાકારો તેમની આગામી ફિલ્મ ‘કહાં શુરુ કહાં ખમર’ના પ્રચાર માટે ગોકુલધામ સોસાયટીમાં પ્રવેશ કરશે. સૌરભ દાસગુપ્તાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે.
શું પલક સિંધવાણી સામે થઈ શકે કાર્યવાહી?
શોના એપિસોડની જેટલી ચર્ચા થાય છે ચાહકો તેના વિવાદો પર પણ નજર રાખે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનું પાત્ર ભજવતી અભિનેત્રી પલક સિંધવાની સામે નિર્માતા કાનૂની કાર્યવાહી કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પલક એ એક્સક્લુઝિવ આર્ટિસ્ટ એગ્રીમેન્ટ તોડી નાખ્યું છે જેના કારણે મેકર્સ તેની વિરુદ્ધ કેટલીક કાર્યવાહી કરી શકે છે.
અગાઉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લગતા ઘણા વિવાદો પ્રકાશમાં આવ્યા છે જેમાં કલાકારોએ શો છોડી દેવાથી લઈને છેડતીના આરોપો સામેલ છે. શૈલેષ લોઢા, જેનિફર મિસ્ત્રી બંસીવાલ, નેહા મહેતા અને ગુરુચરણ સિંહે શોને અલવિદા કહી દીધું છે. થોડા સમય પહેલા ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે સિરિયલ છોડી દીધી હતી.
Source link